ઝારખંડઃ નક્સલીઓએ મોડી રાત્રે ટ્રેનના પાટા પર ફોડ્યો બોમ્બ, ટ્રેન વ્યવહાર ખોરવાયો
- ઝારખંડમાં નક્સલીઓનું નાપાકા કાવતરું
- રેલ્વે પાટા પર બોમ્બ ફોટતા રેલ્વે વ્યવહાર ખારવાયો
રાંચીઃ- ઝારખંડના ઘણા વિસ્તારોમાં નક્સલીઓ સક્રિય છે ત્યારે વિતેલી રાતે નકસ્લીઓએ પોતાના કાવતરાને અંજામ આપ્યો હતો, પ્રાપ્ત માહબિતી પ્રમાણે નક્સલવાદીઓએ ગઈકાલે રાત્રે ઝારખંડના ગિરિડીહ નજીક બોમ્બ વિસ્ફોટ કરીને દિલ્હી-હાવડા માર્ગ પરના રેલવે ટ્રેકને ઉડાવી દીધા હતા.
નક્સલીઓ દ્રારા પાટા ઉડાવી દેવાના કારણે આ રૂટ પર દોડતી રાજધાની એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો અન્ય રૂટ પરથી દોડાવવામાં આવી રહી છે. કેટલીક ટ્રેનો રોકી દેવામાં આવી છે.ટ્રેક પર વિસ્ફોટ કર્યા બાદ નક્સલવાદીઓએ ત્યાં એક પત્ર પણ છોડી દીધો છે. જેમાં લખ્યું છે કે ’21 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી પ્રતિરોધને સફળ બનાવો.
‘આ સમગ્ર મામલે પૂર્વ-મધ્ય રેલવેના સીપીઆરઓના જણાવ્યાપ્રમાણે , રેલવે પેટ્રોલિંગના ગૌરવ રાજ અને રોહિત કુમાર સિંહે ચિચકીના સ્ટેશન માસ્ટરને માહિતી આપી હતી કે બુધવારની રાત્રે 12.34 કલાકે ધનબાદ ડિવિઝનના કરમાબાદ-ચિચાકી સ્ટેશન વચ્ચે બ્લાસ્ટ થયો હતો. સાવચેતીના ભાગ રૂપે, હાવડા-દિલ્હી રેલ રૂટના ગોમો-ગયા રેલ વિભાગની લાઇન પર ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
આઘટનાને પગલે ઘણી બધઈ ટ્રેનો ને એટકાવવામાં આવી છએ તો કેટલીક ટ્રેનોનો રુટ ચેન્જ કરવામાં આવ્યા છે કારણ કે બોમ્બ વિસ્ફોટ થવાના કારણે રેલ્વેના પાટા ડેમેજ થયા હોવાથી ટ્રેન પાટા પર દોડી શકે તેવી સ્થિતિ નથી જેને લઈને સીઘી અસર ટ્રેન વ્યવહાર પર પડેલી જોવા મળી છે.