Site icon Revoi.in

ઝારખંડઃ દેવધરના ત્રિકુટ પર્વત ઉપર રોપ-વે દૂર્ઘટના સર્જાઈ, બેના મોત

Social Share

નવી દિલ્હીઃ ઝારખંડના દેવઘર ખાતે ત્રિકુટી પર્વત ઉપર રોપ-વેને દૂર્ઘટના નડી હતી. બે ટ્રોલિય વચ્ચે ટક્કર થતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બે ટ્રોલી વચ્ચે અકસ્માત બાદ અન્ય ટ્રોલિયો પણ પોતાની જગ્યાએથી હટીને પથ્થર સાથે ટકરાઈ હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં બે વ્યક્તિનું મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ રોપ-વે સેવા ખોટકાતા 48 પ્રવાસીઓ અટવાયાં હતા. જેથી સુરક્ષા એજન્સીઓ દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. એટલું જ નહીં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી બચાવ કામગીરી આરંભવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  ઝારખંડના દેવઘરમાં ત્રિકુટી પર્વતના રોપ-વેમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા માટે જિલ્લા પ્રશાસન અને NDRFની ટીમ પરસ્પર સંકલન સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. રાજ્ય સરકારની વિશેષ વિનંતી પર, ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ફસાયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી. ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર આજે સવારે ત્રિકુટી પર્વત પહોંચ્યા હતા. ITBP, ભારતીય સેના અને NDRFની ટીમ ત્રિકૂટ પર્વત પર પહોંચી હતી અને ફસાયેલા તમામ પ્રવાસીઓને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે ટ્રોલીમાંથી નીચે લાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, 48 મુસાફરો હજુ પણ અલગ-અલગ ટ્રોલીઓમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ તમામ મુસાફરોની સલામત માટે બચાવ અને રાહત કાર્ય હાથ ધરાયું હતું. આ ઘટનામાં એક પ્રવાસીનું મોત નીપજ્યું હતું અને એક ગંભીર રીતે ઘાયલ છે જેને સારી સારવાર માટે રિફર કરવામાં આવ્યો છે. દેવઘર જિલ્લાના મોહનપુર બ્લોક હેઠળ ત્રિકુટ પર્વત પર રોપ-વેમાં અચાનક ખામી સર્જાવાને કારણે ઘણા પ્રવાસીઓ ટ્રોલીમાં ફસાઈ ગયા હતા. રોપ-વેમાં ફસાયેલા પ્રવાસીઓને ધીરજ રાખવાની અપીલ કરાઈ હતી. જિલ્લાના ડેપ્યુટી કમિશનર મંજુનાથ ભજંત્રી અને પોલીસ કેપ્ટન સુભાષ ચંદ્ર જાટ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ અને રાહત કાર્ય માટે કરવામાં આવતી દરેક ગતિવિધિ પર નજીકથી નજર રાખી રહ્યા હતા.