લખનૌઃ ઉત્તરપ્રદેશમાં શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ તાજેતરમાં ઈસ્લામ ધર્મનો ત્યાર કરીને સનાતન ધર્મ અપનાવ્યો હતો. તેમજ નામ બદલીને જિતેન્દ્ર ત્યાગી રાખ્યું હતું. દરમિયાન પાકિસ્તાનમાંથી એક શખ્સે સોશિયલ મીડિયા મારફતે જિતેન્દ્ર ત્યાગીને ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં પાકિસ્તાની શખ્સે હિન્દુ દેવી-દેવતાનું પણ અપમાન કર્યું હતું. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જિતેન્દ્ર ત્યાગીને પાકિસ્તાનમાંથી ધમકી મળી છે. પાકિસ્તાનના એક માણસે એમને ધમકી આપીને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન પણ કર્યું છે. દેવી-દેવતાઓની તસવીરોને અપમાનજનક રીતે વાઈરલ કરવામાં આવી છે. એવી તસવીરો ત્યાગીને પાકિસ્તાનમાંથી વોટ્સએપ પર મોકલવામાં આવી રહી છે. આ વિશે લખનઉના એક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ત્યાગીએ પાકિસ્તાન સરકારને વિનંતી કરી છે કે એમને ધમકી આપનાર અને વાંધાજનક તસવીરો મોકલનાર વ્યક્તિની ધરપકડ કરીને એને ફાંસીની સજા આપવામાં આવે.