અમદાવાદઃ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાતા ચેરમેન તરીકે ધારાશાસ્ત્રી જે જે પટેલ ફરીવાર બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે જૂનાગઢના ધારાશાસ્ત્રી મુકેશ કામદાર પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં. એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે વડોદરાના નલીન પટેલ, એનરોલમેન્ટ કમિટીના સભ્ય તરીકે જામનગરના મનોજ અનડકટ, ફાયનાન્સ કમિટીના ચેરમેન તરીકે અમદાવાદના અનીલ કેલ્લા, રુલ્સ કમિટીના ચેરમેન તરીકે વલસાડના પ્રવીણ પટેલ, GLH કમિટીના ચેરમેન તરીકે ભરત ભગતની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.
ગુજરાત બાર કાઉન્સિલ સાથે 1.20 લાખથી વધુ વકીલો જોડાયેલા છે. જે દર 5 વર્ષે 25 મેમ્બર્સને ચૂંટે છે. આ મેમ્બર્સ દ્વારા દર વર્ષે બાર કાઉન્સિલના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવે છે. બાર કાઉન્સિલની સાધારણ સભામાં ચેરમેન તરીકે ધારાશાસ્ત્રી જે. જે. પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જૂનાગઢના ધારાશાસ્ત્રી મુકેશ કામદાર પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં.એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે વડોદરાના નલીન પટેલ, એનરોલમેન્ટ કમિટીના સભ્ય તરીકે જામનગરના મનોજ અનડકટ, ફાયનાન્સ કમિટીના ચેરમેન તરીકે અમદાવાદના અનીલ કેલ્લા, રુલ્સ કમિટીના ચેરમેન તરીકે વલસાડના પ્રવીણ પટેલ, GLH કમિટીના ચેરમેન તરીકે ભરત ભગતની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.
આ વખતે લીગલ એજ્યુકેશન કમિટીની પણ રચના કરવામાં આવી છે. જેના ચેરમેન તરીકે અમદાવાદના વિજય પટેલની નિમણૂક કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ તાલુકા અને જિલ્લા કક્ષાએ કાયદાના સ્નાતકોને કાયદાનું ઉંડાણપૂર્વક જ્ઞાન આપવાનો છે. ઉપરાંત બાર કાઉન્સિલને આવનારા સમયમાં નવી બિલ્ડિંગ મળી રહે તે માટે બિલ્ડિંગ કમિટીની રચના કરાઈ છે. જેમાં અમદાવાદના કરણસિંહ વાઘેલા અને પરેશકુમાર જાનીની નિમણૂક કરાઈ છે. જે કમિટી હાઈકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રીઓના સહકાર સાથે કામ કરશે.
બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 24 વર્ષથી બાર કાઉન્સિલમાં સમરસ પેનલ બને છે. ઉપરાંત જિલ્લા અને તાલુકાના બારમા ભાજપ સમર્થકો સત્તામાં છે. બાર કાઉન્સિલ સાથે જોડાયેલા 1.20 લાખ જેટલા વકીલોમાં 33,790 મહિલા વકીલો છે. જુનિયર વકીલો માટે એજ્યુકેશન એકેડમીનું નિર્માણ કરાશે. જિલ્લા બાર એસોસિએશનમાં ફરજિયાત પણે મહિલા રિપ્રેઝન્ટેટિવ રાખવામાં આવશે.