J&K: શોપિયાંમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા,એક TRF આતંકવાદીને માર્યો ઠાર
- આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
- સેનાના જવાનોને મળી મોટી સફળતા
- એક TRF આતંકવાદીને માર્યો ઠાર
શ્રીનગર:જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાના પ્રયત્નમાં રહેતા હોય છે ત્યારે બુધવારે મોડી રાત્રે જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ સર્જાય હતી જેમાં સેનાના જવાનોને મોટી સફળતા મળી છે.
કાશ્મીરના શોપિયાંમાં બુધવારે મોડી રાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ લાંબા એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન TRFનો સભ્ય હોવાનું કહેવાય છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે આતંકવાદી પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર પોસ્ટ કર્યું: “પ્રતિબંધિત આતંકવાદી સંગઠન TRF સાથે જોડાયેલા એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. શસ્ત્રો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. શોધ શરૂ છે.”
ગયા અઠવાડિયે શ્રીનગરની ઈદગાહ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક ઈન્સ્પેક્ટર ઘાયલ થયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે ઇદગાહ પાસે આતંકવાદીઓએ ઇન્સ્પેક્ટર મસરૂર અહેમદ પર ગોળીબાર કર્યો હતો. ટીઆરએફ-લશ્કરે આ હુમલાની જવાબદારી લીધી હતી.