Site icon Revoi.in

J&K: મહિલાઓને પોલીસમાં 15% અનામત મળશે,વહીવટીતંત્રના આદેશ 

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીર પોલીસમાં હવે મહિલાઓ માટે 15 ટકા ક્વોટા રહેશે.આ સંદર્ભમાં જમ્મુ-કાશ્મીર પ્રશાસને સૂચના જારી કરી છે.આ ઉપરાંત, અધિક મુખ્ય સચિવ આરકે ગોયલ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે,યોગ્ય મહિલા ઉમેદવારો ઉપલબ્ધ ન હોવાના કિસ્સામાં આગામી વર્ષ માટે અનામત ક્વોટાને આગળ વધારવામાં આવશે નહીં.

કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જ બડગામમાં જમ્મુ-કાશ્મીર પોલીસની મહિલા બટાલિયન 2 વતી કોન્સ્ટેબલની ભરતી માટે શારીરિક સહનશક્તિની પરીક્ષા લેવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં યુવતીઓએ ભાગ લીધો હતો.જમ્મુ-કાશ્મીર પ્રશાસનના આ નિર્ણયથી મહિલા ઉમેદવારોને આશા જાગશે.

આ દિવસોમાં ઘાટીમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી છે.26 દિવસમાં આતંકીઓએ 10 લોકોને નિશાન બનાવ્યા હતા.2 જૂને આતંકવાદીઓએ બેંકમાં ઘૂસીને બેંક મેનેજર વિજય કુમારની હત્યા કરી નાખી હતી.

તો બીજી તરફ 31 મેં ના કુલગામમ આતંકીઓએ મહિલા ટીચર રજનીબાલાની ગોળી મારી હત્યા કરી દીધી હતી,તે સાંબાની રહેવાસી હતી,તેની હત્યા કુલગામના ગોપાલપોરામાં કરવામાં આવી હતી.રાજાની ગોપાલપોરા હાઈ સ્કુલમાં ટીચર હતી.ફાયરીંગ બાદ તેને હોસ્પિટલ લઇ જવાય હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.