Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીમાં જાપાની કંપનીઓ દ્વારા જોબફેર યોજાશે, વિદ્યાર્થીઓને વિદેશ જવાની તક

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ભવન અને કેમ્પસની જાપાનીઝ ડેલિગેશને મુલાકાત લીધી હતી. 11 જાપાનીઝ પ્રતિનિધિઓના ડેલિગેશને કૂલપતિ સહિત યુનિના અધિકારીઓ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં આગામી સમયમાં જાપાનીઝ કંપનીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ફેર યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે જાપાનની યુનિવર્સિટી સાથે ગુજરાત યુનિવર્સિટી MOU કરશે. જાપાની કંપનીઓ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જોબ ઓફર કરશે. એટલે વિદેશ જવા વિદ્યાર્થીઓને તક મળશે. જાપાની ડેલિગેશને ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમો વિશે પણ જાણકારી મેળવી હતી.

રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે જાપાનનું ડેલીગેશન આવ્યું હતું. 11 સભ્યોના ડેલીગેશન 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે, જાપાની ડેલીગેશને ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધા બાદ હવે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે. જાપાની ડેલિગેશને ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન કુલપતિ, રજિસ્ટ્રાર અને યુનિવર્સિટીના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જાપાનના ગવર્નર સાથે ડેલીગેશન ફરીથી મુલાકાત લેશે તે સમયે  MOU કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, જાપાની ડેલીગેશન સાથે  મુખ્ય બે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં જાપાનની કંપની જોબ ફેર કરશે. જેમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જાપાનમાં જોબ ઓફર કરવામાં આવશે. આ ઉપરાંત જાપાનની શિકોઝે યુનિવર્સિટી સાથે MOU કરવામાં આવશે. ડિસેમ્બરમાં ફરીથી ડેલીગેશન આવશે ત્યારે MOU કરવામાં આવશે.