Site icon Revoi.in

જોબાઈડને આપી ચેતવણીઃ આગલા 24 થી 36 કલાકમાં ફરી કાબુલ એરપોર્ટ પર થઈ શકે છે હુમલો

Social Share

દિલ્હીઃ- તાલિબાનોએ અફઘાન પર જ્યારથી કબજો કર્યો છે ત્યારથી આતંકી પ્રવૃત્તિઓ ચાલુ જ છે, ત્યારે હવે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડને કહ્યું છે કે, “મને મારા કમાન્ડરો તરફથી કરહેવામાં આવ્યું છે કે આવનારા 26 થી 36 કલાકની વચ્ચે કાબુલ એરપોર્ટ પર ફરી એક હુમલો કરાવોમાં આવી શકે છે,”જોબાઈડને આ મામલે જણાવ્યું કે આજે સવારે મેં મા રાષ્ટ્રીય સુરક્ષા ટીમ અને ત્યા તૈનાત કમાન્ડરોની સાથે એક બેઠક યોજી હતી.

આ દરમિયાન અમે અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ પર ગત રાત્રે થયેલા બોમ્બ ધડાકા અંગે ચર્ચા કરી હતી. મેં કહ્યું કે અમે અમારા સૈનિકો અને નાગરિકો પર હુમલા માટે જવાબદાર લોકોને શોધીશું અને અમે તે જ કર્યું.

બાઈડને વધુમાં કહ્યું કે , આતંકવાદીઓ પર આ હુમલો છેલ્લો ન હતો. અમે કાબુલ હુમલામાં સામેલ ગુનેગારોને સતત પીછો કરી તેને સજા કરીશું. જ્યારે પણ કોઈ અમેરિકા અથવા અમારા સૈનિકો પર હુમલો કરશે, ત્યારે અમે તેનો યોગ્ય જવાબ આપીશું. તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ.

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા બાઈડેને કહ્યું કે 13 સૈનિકોએ અમેરિકાના મૂલ્યોને જાળવી રાખતા તેમની ફરજ નિભાવવતા બલિદાન આપ્યું છે, “કાબુલમાં ખતરનાક પરિસ્થિતિ વચ્ચે, અમે નાગરિકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છીએ.” ગઈકાલે અમે સેંકડો અમેરિકનો સહિત 6 હજાર 800 લોકોને બહાર કાઢ્યા હતા. આજે અમે અમેરિકન સૈનિકોના અહીથી ગયા પછી લોકોને કેવી રીતે બહાર કાઢવા તે અંગે ચર્ચા કરી.