Site icon Revoi.in

અમેરિકાની નવી સરકારમાં ભારતવંશીઓનો દબદબો,બાઇડેને ભારતીય મૂળના કિરણ આહુજાને સોંપી મહત્વની જવાબદારી

Social Share

અમેરિકાની નવી સરકારમાં ભારતવંશીઓનો દબદબો વધી રહ્યો છે. હવે રાષ્ટ્રપતિ જો બાઇડેને ભારતીય મૂળના વકીલ અને કાર્યકર્તા કિરણ આહુજાને કાર્મિક પ્રબંધક કાર્યાલયના પ્રમુખ તરીકે નામ આપ્યું છે. કાર્મિક પ્રબંધક કાર્યાલય અમેરિકામાં વીસ લાખથી વધુ સિવિલ સર્વિસ અધિકારીઓના સંચાલનની દેખરેખ રાખે છે. જો 49 વર્ષીય આહુજાના નામાંકનને સેનેટ દ્વારા મંજૂરી આપવામાં આવે તો તે આ પદ સંભાળનાર પ્રથમ ભારતીય-અમેરિકન વ્યક્તિ હશે.

આહુજાએ 2015 થી 2017 દરમિયાન ઓફીસ ઓફ પર્સનલ મેનેજમેન્ટ ડીરેકટરના ચીફ ઓફ સ્ટાફ તરીકે કામ કર્યું હતું. તેમની પાસે લોક સેવા અને બિન-લાભકારી ક્ષેત્રમાં કામ કરતાં બે દાયકાથી વધુનો અનુભવ છે. હાલમાં તે ફીલેનથ્રોપી નાર્થવેસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી છે. જો કે,પરોપકારી સંસ્થાઓનું પ્રાદેશિક નેટવર્ક છે.આહુજાએ અમેરિકન ન્યાય મંત્રાલયમાં નાગરિક અધિકારના વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ઓબામા-બાઇડેન પ્રશાસન દરમિયાન તેમણે છ વર્ષ સુધી વ્હાઇટ હાઉસના પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. આહુજાનો ઉછેર જોર્જિયાના સવાનામાં થયો હતો. અને તેણે સ્પેલમેન કોલેજથી રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતક તથા જોર્જિયા વિશ્વ વિદ્યાલયથી વકીલનો અભ્યાસ કર્યો હતો. વોશિંગ્ટન પોસ્ટે કહ્યું કે, આહુજા સિવિલ સેવાઓ પર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને ઉલટાવી શકે છે.

ન્યાય મંત્રાલયમાં વકીલ તરીકે કામ કરતી વખતે આહુજાએ ઘણી મહત્વપૂર્ણ બાબતોનું સમાધાન કર્યું હતું. તેમણે સ્કૂલ અલગાવના કેસોનું નિરાકરણ લાવ્યું અને વિભાગના પ્રથમ વિદ્યાર્થી વંશીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો. વર્ષ 2003 થી 2008 સુધી કિરણ આહુજાએ રાષ્ટ્રીય એશિયન પેસિફિક અમેરિકન મહિલા મંચ માટે પણ કામ કર્યું. હવે જોવાનું એ રહ્યું કે સેનેટમાં તેમની નિમણૂકની પુષ્ટિ કેટલા સમય માટે થાય છે.

-દેવાંશી