દિલ્હીઃ- લિથિયમ-આયન બેટરીના શોધક એવા જ્હોન બી ગુડએનફનું 100 વર્ષની વયે નિધન થયું છે. ગુડનફએ ઓસ્ટિન, ટેક્સાસમાં છથએલ્લા શ્વાસ લીધા હતા અને આ ફાનિ દુનિયાને અલવિદા કહ્યું હતું.જાણકારી અનુસાર તેમના મૃત્યુની જાણ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ દ્વારા કરવામાં આવી હતી, જ્યાં તેઓ એન્જિનિયરિંગના પ્રોફેસર તરીકે સેવા આપતા હતા.
જો તેમના વિશે વાત કરીે તો જ્હોનને વર્ષ 2019નું રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું, જે એક રિચાર્જેબલ પાવર સ્ત્રોત, ગ્રાઉન્ડબ્રેકિંગ લિથિયમ-આયન બેટરીના નિર્માણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે અપાયું છે. આ સ્ત્રોત મોટાભાગના આધુનિક પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કારને શક્તિ આપે છે.
આ સહીત ન્યુ યોર્ક ટાઈમ્સ અનુસાર, નોબેલ પુરસ્કાર વિજેતા તરીકે તેમની પસંદગી પહેલા ગુડએનફ મોટાભાગે વૈજ્ઞાનિક અને શૈક્ષણિક વર્તુળો અને કોર્પોરેટ દિગ્ગજોની બહાર જદાણીતા નહોતા.
તેમણે અનેક સારા કાર્યો કર્યા જેમાં તેઓએ ઓક્ફસર્ડ યુનિવર્સિટીમાં, પ્રયોગશાળાની શોધ કરી જેનાથી 1980ના દાયકામાં સ્માર્ટફોન, લેપટોપ અને ટેબ્લેટ કોમ્પ્યુટરના વિકાસની મંજૂરી મળી. તેમની બેટરીનો ઉપયોગ જીવન બચાવનારા તબીબી ઉપકરણોમાં પણ થાય છે.
આઐ સહીત તેમણે શોધ કરેલી બેટરીનો ઉપયોગ ટેસ્લા જેવી ઘણી કંપનીઓ દ્વારા કરવામાં આવતો હતો. આ ઉપરાંત, તેમની બેટરીનો ઉપયોગ કાર્ડિયાક ડિફિબ્રિલેટર જેવા જીવનરક્ષક તબીબી ઉપકરણોમાં પણ કરવામાં આવ્યો છે