એપલને સ્ટીવ જોબ્સ જેવો મોટો આંચકો, ચીફ ડિઝાઈન ઓફિસરના રાજીનામા બાદ કંપનીને 6 ખરબ રૂપિયાનું નુકસાન
એપલના ચીફ ડિઝાઈન ઓફિસર જોનાથન ઈવે આખરે કંપનીને અલવિદા કહી દીધી છે. આઈફોન અને આઈપેડને ડિઝાઈન કરનારા જોનાથનનું રાજીનામું કેટલી મોટી ઘટના છે, તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે કંપનીના શેરોમાં ભારે ઘટાડો થયો છે અને એક દિવસમાં માર્કેટ વેલ્યૂ 9 અબજ ડોલર ઘટી ગઈ છે.
માર્કેટ વેલ્યૂમાં ઘટાડાની નજરથી જોઈએ, તો કંપની મટે આ આંચકો સ્ટીવ જોબ્સના રાજીનામાથી થોડીક જ ઓછી છે. એપલ ફાઉન્ડર અને સીઈઓ સ્ટીવ જોબ્સે આરોગ્ય કારણોસર જ્યારે 2011માં રાજીનામાની ઘોષણા કરી હતી, ત્યારે કંપનીની માર્કેટ વેલ્યૂ 10 અબજ ડોલર ઘટી ગઈ હતી.
ફાઈનાન્શિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂ દ્વારા રાજીનામાની ઘોષણા કરનારા જોનાથન અત્યારે પોતાની ડિઝાઈન કંપની ખોલશે, તેનું નામ હશે LoveFrom।. તેમનું એપલના ક્લાઈન્ટ બનવાનું પહેલેથી નક્કી છે. કંપની વેયરેબલ ટેક્નોલોજી અ હેલ્થકેર સાથે જોડાયેલા મામલામાં તેમની સેવા લેશે. જો કે જોનાથન બીજી કંપનીઓ માટે પણ કામ કરશે. તેમણે 1992માં કંપની જોઈન કરી હતી અને 1998માં આઈમેકને લઈને તમામ પ્રોજેક્ટ માટે કામ કર્યું.
અમેરિકા અને ચીનની વચ્ચે ટેરિફ વોરની એપલ પર ઘણી ખરાબ અસર પડી છે. 2002 બાદ પહેલીવાર કંપનીને પોતાની આવકના અનુમાનમાં ઘટાડો કરવો પડયો છે. જોનાથન પહેલા પણ ઘણાં વરિષ્ઠ અદિકારીઓએ કંપનીનો સાથ છોડી દીધો છે. ચીફ રિટેલ ઓફિસર એંગીલા અરેન્ડટ્સે ફેબ્રુઆરીમાં રાજીનામું આપ્યું હતું. તેના સિવાય ગત વર્ષ એપલ ઈન્ડિયાના ત્રણ વરિષ્ઠ સેલ્સ અધિકારીઓએ રાજીનામું આપ્યું હતું. એપલ સૌથી પહેલા 1 ટ્રિલિયન મૂલ્યની કંપની બની હતી. હાલના સમયે તેની માર્કેટ વેલ્યુ 919 અબજ ડોલર છે.
સ્ટીવ જોબ્સના જોનાથન ખાસ વ્યક્તિ હતા. જોનાથન માટે એક વખત સ્ટીવ જોબ્સે કહ્યુ હતુ કે એપલમાં જો મારા કોઈ આત્મિક મિત્ર હતા, તો તે છે જોની. જોની અને મે મોટાભાગની પ્રોડક્ટ્સ પર સાથે કામ કર્યું. તે દરેક પ્રોડ્ક્ટ માટે મોટાથી લઈને ઝીણવટભરી ચીજો પર કામ કરે છે. માટે તે સીધા મારા માટે કામ કરે છે. એપલમાં મારા બાદ તેમની પાસે સૌથી વધુ ઓપરેશનલ પાવર છે. એપલમાં કોઈ નથી જે કહી શકે કે શું કરવાનું છે, શું નહીં.