નવી દિલ્હીઃ પયગંબર મોહમ્મદને લઈને બીજેપી પ્રવક્તા નુપુર શર્માના નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે. નૂપુર શર્માએ ઈસ્લામ અને પયગંબર વિશે કંઈક એવું વિવાદાસ્પદ કહ્યું હતું કે પાર્ટીએ તેને બહાર કરી દીધી હતી. બીજેપીએ દિલ્હી બીજેપી પ્રવક્તા નવીન કુમાર જિંદાલની પણ હકાલપટ્ટી કરી છે. આ મામલે પાકિસ્તાની મૂળના પત્રકાર તાહા સિદ્દીકીનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. તેમણે નુપુર શર્માને સમર્થન આપીને ધાર્મિક ગુરુઓને અપીલ કરી હતી કે, પૈગંબર મહંમદ વિશે દુનિયાને સત્ય બતાવવું જોઈએ.
એક ટ્વીટમાં તાહાએ કહ્યું કે આયેશાએ નાની ઉંમરે મોહમ્મદ સાથે લગ્ન કર્યા અંગેની ‘વેરિફાઇડ’ હદીસો ટાંકીને ભારતીય જનતા પાર્ટી અને નુપુર શર્મા પર હુમલો કરવાને બદલે મુસ્લિમ નેતાઓએ સાથે આવવું જોઈએ અને જો ખોટું લખ્યું હોય તો તેને હટાવી દેવી જોઈએ.
તાહાના આ ટ્વિટ બાદ ફરી એકવાર મામલો ગરમાયો છે. પાકિસ્તાનના ઘણા લોકોએ તેને અલ્લાહથી ડરવાની ચેતવણી આપી છે જ્યારે ઘણા લોકોએ તેને કુરાન અને હદીસ વાંચવાની અને મોહમ્મદને સમજવાની સલાહ આપી છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું છે કે, હાલમાં બિન-મુસ્લિમો દ્વારા પ્રચારિત ઇસ્લામ વિરુદ્ધ અસંખ્ય ટીકાઓ થઈ રહી છે અને આવી સ્થિતિમાં હદીસની ચકાસણી કરવી જોઈએ. લોકોએ કહ્યું કે મોહમ્મદ વિશે સાચી માહિતી દુનિયા સમક્ષ આવવી જોઈએ.
નેધરલેન્ડના નેતા ગીર્ટ વિલ્ડર્સે કહ્યું હતું કે તુષ્ટિકરણ ક્યારેય કામ કરતું નથી. તે ફક્ત વસ્તુઓને વધુ ખરાબ કરશે. તો મારા ભારતના પ્રિય મિત્રો, ઈસ્લામિક દેશોથી ડરશો નહીં. સ્વતંત્રતા માટે ઉભા થાઓ અને નુપુર શર્માનો બચાવ કરવા માટે સંકલ્પબધ્ધ બનો, જેમણે મોહમ્મદ વિશે સત્ય કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે એ હાસ્યાસ્પદ છે કે અરબ અને ઈસ્લામિક દેશો પયગંબર મોહમ્મદ વિશે સાચું બોલવા બદલ ભારતીય નેતા નુપુર શર્માથી નારાજ છે. આયેશાના નાની ઉંમરે ખરેખર લગ્ન કર્યા હતા. તો ભારત શા માટે માફી માંગી રહ્યું છે?