દેવર્ષિ નારદ જ્યંતિ નિમિત્તે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકારોનું સન્માન કરાયું
અમદાવાદઃ વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ જયંતિ નિમિતે આયોજિત પત્રકાર સન્માન કાર્યક્રમમાં આ વર્ષે વિશાલ પાટડીયા (Print Media), ગોપી ઘાંઘર (Electronic Media), કેતન ત્રિવેદી (Web Media), રાજીવ પટેલ ((Radio Media), શાયર રાવલ (Investigative Journalism), જશવંત રાવલ (વિશેષ સન્માન), તરુણભાઈ શેઠ (વિશેષ સન્માન)ને સન્માનિત કરવાંમાં આવ્યા હતા.
આ અવસરે કાર્યક્રમના મુખ્ય અતિથિ અશોક શ્રીવાસ્તવજીએ ( વરિષ્ઠ સલાહકાર સંપાદક ડી ડી ન્યૂઝ પબ્લિક બ્રોડકાસ્ટર અને લેખક) કહ્યું કે પત્રકારો તણખલા જેવા હોય છે, તેઓ ચાહે તો ચિનગારીથી દીવો પ્રગટાવી શકે છે અને ચાહે તો આગ લગાડી શકે છે. ભારતમાં નરેટિવ ની લડાઈ ચાલી રહી છે. ભારતમાં પત્રકારો સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી તેવો ઢોંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આર્થિક ઉદારીકરણ પછી સંપાદક નબળા પડ્યા છે, અને જાહેરાત મહત્વપૂર્ણ બની ગઈ છે. સોશિયલ મીડિયાના આગમન બાદ પત્રકારો અને મીડિયા હાઉસ સામે સવાલો થવા લાગ્યા છે. કાર્યક્રમ ના અધ્યક્ષ શૈલેષભાઈ પટેલે (પ્રાંત કાર્યવાહ, રા. સ્વ. સંઘ, ગુજરાત) પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ એ ભારતની ઓળખ છે. પત્રકારોએ સમાચાર બનાવતી વખતે ભારતીય દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવો જોઈએ. પત્રકારત્વ સમાજને અસર કરે છે, તેથી સમાજ અને રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખીને સમાચાર પીરસવા જોઈએ. સમાચાર માધ્યમોની સમાજ પર વિશેષ અસર છે, તેથી આ માધ્યમ સાથે સંકળાયેલા લોકોની વિશેષ જવાબદારી છે. શૈલેષભાઈએ ક્યાં કહ્યું કે નારદજીના તમામ કાર્યો સમાજના હિત ને ધ્યાનમાં રાખી ને જ કર્યા છે. આ પ્રસંગે વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાતના ટ્રસ્ટી વિજયભાઈ ઠાકરે કાર્યક્રમની માહિતી આપી હતી. વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાતના ટ્રસ્ટી પ્રદીપભાઈ જૈને કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.