જેપી નડ્ડા ત્રિપુરાની બે દિવસીય મુલાકાતે,આજે રેલીને સંબોધશે
દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રવિવારે ત્રિપુરાની બે દિવસીય મુલાકાતે અહીં પહોંચ્યા હતા.નડ્ડા આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક તૈયારીઓની સમીક્ષા કરશે અને ખુમુલવાંગ શહેરમાં એક રેલીને સંબોધશે.
અગરતલા એરપોર્ટ પર મુખ્યમંત્રી માણિક સાહા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચારજી અને અન્ય લોકોએ નડ્ડાનું સ્વાગત કર્યું હતું.અગરતલા પહોંચ્યા પછી તરત જ તેમણે રાજ્યના ગેસ્ટ હાઉસમાં પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનોના નેતાઓ, મંત્રીઓ, લોકસભા સભ્યો, ધારાસભ્યો, ભાજપ કોર કમિટીના સભ્યો સાથે ઘણી મેરેથોન બેઠકો કરી.ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા, રાજ્ય પક્ષના અધ્યક્ષ રાજીવ ભટ્ટાચારજી, કેન્દ્રીયમંત્રી પ્રતિમા ભૌમિક, પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ, વિનોદ સોનકર સહીત કેન્દ્રીય નિરીક્ષકોએ પણ બેઠકમાં હાજરી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર નડ્ડા મંત્રીઓ અને પાર્ટીના ધારાસભ્યો સાથે વિવિધ વિભાગોના કામકાજની પણ સમીક્ષા કરશે.આ સિવાય તેઓ ચૂંટણીમાં ગઠબંધનની બાબતો પર ચર્ચા કરવા માટે IPFTના ધારાસભ્યો સાથે અલગ બેઠક કરશે.ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT) એ રાજ્યમાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન સરકારનો સહયોગી છે.