રાહુલ ગાંધીનું સાંસદ પદ બહાલ થવા મામલે SC પહોંચેલા વકીલ પર જજ ભડક્યા, લગાવ્યો 1 લાખ રૂપિયાનો દંડ
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતાને બહાલ કરવાની સામે લખનૌના એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જજોએ વકીલને ઠપકો આપતા આ મામલે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. લખનૌના વકીલે પોતાની જાહેરહિતની અરજીમાં ગત વર્ષ ઓગસ્ટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા બહાલ કરનારું સાતમી ઓગસ્ટનું નોટિફિકેશ રદ્દ કરવાની માગણી કરી હતી.
મોદી સરનેમ સાથે સંબંધિત 2019ના ફોજદારી બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમની લોકસભા સદસ્યતાને બહાલ કરી દેવામાં આવી હતી. પીઆઈએલની સુનાવણી કરતા જસ્ટિસ ભૂષણ આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે અરજીને તુચ્છ ગણાવી હતી અને કહ્યું હતું કે આવી અરજીઓએ માત્ર અદાલતનો નહીં, પણ સંપૂર્ણ સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીનો કિંમતી સમય બરબાદ કર્યો છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું છે કે દરેક અરજીને અદાલતની રજીસ્ટ્રીમાં ઘણાં સત્યાપનોના અભ્યાસોમાંથી પસાર થવું પડે છે. તેમમે કહ્યુ કે આવી અરજી પર નક્કર દંડ ફટકારવો જોઈએ, જેથી વાદીઓને જાહેરહિંતની અરજીનો દુરુપયોગ કરવાથી રોકી શકાય. સંક્ષિપ્ત આદેશમાં ખંડપીઠે કહ્યું હતું કે કોર્ટે 20 ઓક્ટોબરે વકીલ અને અરજદાર અશોક પાંડેની આવા પ્રકારની વધુ એક પીઆઈએલને નામંજૂર કરી હતી. ત્યારે એનસીપીના નેતા મોહમ્મદ ફૈઝલની લોકસભા સદસ્યતાની બહાલીને પડકારવામાં આવી હતી. સમયે પણ અશોક પાંડેને એક લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો.
નવી અરજીમાં અશોક પાંડેએ તર્ક આપ્યો હતો કે દોષસિદ્ધિ અને સજાના આધાર પર રાહુલ ગાંધીની અયોગ્યતા ત્યાં સુધી લાગુ રહેવી જોઈએ, જ્યાં સુધી કે તેને અપીલમાં રદ્દ કરી દેવામાં આવે નહીં. અશોક પાંડેએ સુપ્રીમ કોર્ટમાંથી આ મુદ્દા પર નિર્ણય લેવાનો આગ્રહ કર્યો હતો કે શું કોઈ આરોપીની સજાને અપીલ અદાલત અથવા કોપણ અદાલત દ્વારા રોકી શકાય છે અને શું સજા પર રોકના આદારે, એક વ્યક્તિ જે કાયદાના સંચાલનથી અયોગ્યતાનો સામનો કરી ચુક્યા છે, સંસદ- રાજ્યના વિધાયિકી સદસ્યના રૂપમાં ચૂંટાયેલા અતવા સાંસદ હોવા માટે યોગ્ય થઈ જશે. પાંડેએ પોતાની અરજીમાં રાહુલ ગાંધીની બેઠક ખાલી હોવાનું નોટિફિકેશન જાહેર કરવા અને ત્યાં નવેસરથી ચૂંટણી કરાવવાના ચૂંટણી પંચના નિર્દેશ આપવાની માગણી કરી હતી.
જસ્ટિ ગવઈની આગેવાનીવાળી ખંડપીઠે ગત વર્ષ 4 ઓગસ્ટે આ આધાર પર કોંગ્રેસના નેતાની સજા પર રોક લગાવી દીધી હતી કે ટ્રાયલ જજ આ જણાવવામાં નિષ્ફળ રહ્યા હતા કે રાહુલ ગાંધી કાયદા હેઠળ મહત્તમ સજાના હકદાર શા માટે હતા અને તેમની અયોગ્યતા ચાલુ રહેવાથી શું તેમના મતવિસ્તારના લોકો સંસદમાં યોગ્ય પ્રતિનિધિત્વથી વંચિત નહીં થઈ જાય ને?
રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. મોદી સરનેમ કેસમાં તેમણે 23 માર્ચે સૂરત ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને સજા સંભળાવી હતી. તેના પછી લોકસભા સચિવાલયે તેમને સંસદમાંથી અયોગ્ય ઘોષિત કરી દીધા હતા. સાંસદ પર બહાલ થવા પહેલા સુધી રાહુલ ગાંધી 131 દિવસ સુધી સાંસદ તરીકે અયોગ્ય રહ્યા હતા.