Site icon Revoi.in

કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાની ન્યાયીક તપાસ પૂર્ણ, સરકારને રિપોર્ટ સોંપાયો

Social Share

અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન અમદાવાદ અને રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. આ ઘટનાની સુપ્રીમ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી હતી. બીજી તરફ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સરકારે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ ડી.એ.મહેતા તપાસ પંચની નિમણુંક કરી હતી. તપાસ પંચે હોસ્પિટલમાં આગની ઘટનાની તપાસ કર્યાં બાદ રિપોર્ટ સરકારને સુપ્રત કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કોવિડ-19 હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં આઠેક દર્દીના મોત થયાં હતા. આ ઉપરાંત રાજકોટની કોવિડ-19માં આગ લાગી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને સરકારે તપાસ પંચની નિમણુંક કરી હતી. જસ્ટીસ ડી.એ.મહેતાએ આગની બંને ઘટનામાં સાક્ષીઓના નિવેદન લીધા હતા. તપાસના અંતે હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ ડી. એ. મહેતાએ પોતાના આ તપાસ પંચના રિપોર્ટ સરકારને સુપ્રત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની કોવિડ-19 હોસ્પિટલમાં આગની ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું. તેમજ હોસ્પિટલોમાં એનઓસી અને ફાયરસેફ્ટી મુદ્દે તપાસ પણ કરવામાં આવી હતી. તેમજ આગની ઘટનાની કોર્ટે પણ ગંભીર નોંધ લીધી હતી.