જૂનાગઢ: દિગંબર સાધુઓના મૃગ કુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રી મેળાની પુર્ણાહુતી
- શાહી સ્નાન સાથે મેળો સંપન્ન
- લાખોની સંખ્યમાં ઉમટી જનમેદની
- ભાવિકોએ મહાશિવરાત્રિ મેળાની માણી મોજ
જૂનાગઢ: ભવોભવનું ભાથું બાંધવાનો અમૂલ્ય અવસર એટલે જૂનાગઢના ભવનાથ સ્થિત યોજાતો મહાશિવરાત્રીનો મેળો મધ્ય રાત્રીના મૃગ કુંડમાં દિગંબર સાધુઓના શાહી સ્નાન સાથે મેળાની પુર્ણાહુતી થઈ હતી. ભવનાથના દત્ત ચોકથી નીકળતી રવેડીમાં સાધુ સંતો તેમજ કિન્નર સમાજ, જુદાજુદા અખાડાના મહંતો, જોડાયા હતા.
છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકોએ મહાશિવરાત્રિ મેળાની મોજ માણી હતી.મેળામાં જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર પણ રવેડીમાં જોડાતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જો કે આ વર્ષે શિવરાત્રીના દિવસ લોકોમાં તહેવારને લઈને અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો, લોકોને લાંબા સમય પછી આ રીતે ભગવાન શિવની પૂજા કરવાની તક મળી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે શિવરાત્રીના દિવસે લગભગ 5 લાખથી વધારે લોકો દ્વારા જૂનાગઢની મુલાકાત લેવામાં આવી હતી અને ભોલેનાથના દર્શન કરવામાં આવ્યા હતા.