દેશના શિક્ષણ પરફોમન્સમાં જુનાગઢ જિલ્લાએ મેળવ્યું 19મું સ્થાન અને રાજ્યમાં પ્રથમ નંબર
જૂનાગઢ : દેશભરમાં શિક્ષણની ગુણવત્તાનો માપન કરતો પી.જી.આઈ. રિપોર્ટ જાહેર કરાયો છે, તેમાં પરફોર્મન્સ ગ્રેડીંગમાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં પ્રથમ અને દેશના 650 જિલ્લાઓમાં 19માં ક્રમે આવ્યો છે. આમ શિક્ષણ ક્ષેત્રે પરફોમન્સમાં જુનાગઢ જિલ્લોએ ગુજરાતમાં પણ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની શાળા, શિક્ષણ અને સાક્ષરતા વિભાગ (ડીઓએસઈએલ) દ્વારા પરફોર્મન્સ ગ્રેડીંગ રિપોર્ટ (પીજીઆઈ) જાહેર કરાયો છે. તેમાં જૂનાગઢ જિલ્લાએ રાજ્યમાં પ્રથમ સાથાન પ્રાપ્ત કરવાની સાથે દેશભરમાં 19મો ક્રમ મેળવ્યો છે. આ રિપોર્ટ અધ્યયન નિષ્પતિ અને ગુણવત્તા, શિક્ષક પ્રાપ્તતા, વ્યવસાયિક વિકાસ નિષ્પતિ, લર્નિંગ મેનેજમેન્ટ, અધ્યયન સંવર્ધન પ્રવૃતિઓ, વિદ્યાર્થી અધિકારો, શાળા સુરક્ષા અને બાળ સુરક્ષા, ડીઝીટલ લર્નિંગ, હાજરી અંગેની સિસ્ટમ સહિતના માપદંડોના આધારે રિપોર્ટ તૈયાર કરાયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પરફોર્મેન્સ ગ્રેડીંગ ઈન્ડેકસનું નિર્માણ ચોક્કસ સુચકાંકો અને ડોમેન્સના આધારે કરવામાં આવ્યું છે. પીજીઆઈ માટે માહિતી જે સ્ત્રોતમાંથી લેવામાં આવી છે. તેમાં યુનિફાઈડ ડિસ્ટ્રીકટ ઈન્ફોર્મેશન સિસ્ટમ જે ઈન્ફાસ્ટ્રકચર તથા નેશનલ એચિવમેન્ટ સર્વે (એન.એ.એસ) 2019 અને જિલ્લાઓ દ્વારા આપવામાં આવેલા ડેટાનો સમાવેશ થાય છે. આ જાહેર થયેલા પરફોર્મન્સ ગ્રેડીંગ ઈન્ડેકસ રિપોર્ટમાં જૂનાગઢ જિલ્લાએ કુલ 600 ગુણમાંથી 477 ગુણ મેળવ્યા છે. આ સફળતા બદલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન બટારીયા, જિલ્લા કલેકટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખએ શિક્ષણ વિભાગ તેમજ જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી રમેશભાઈ ઉપાધ્યાયએ અભિનંદન પાઠવ્યા હતા. ( file photo)