જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે પરંતુ સૌથી કઠિન એવી આ લીલી પરિક્રમામાં આવેલા લાખો શ્રદ્ધાળુઓને મદદ કરવામાં સૌથી મોટી ભુમિકા જૂનાગઢ પોલીસે કરી હતી. જંગલ વિસ્તારમાં ભૂલ પડેલા ચારસો જેટલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પરિવાર સાથે મિલાપ કરાવ્યો.
પહાડી વિસ્તારમાં જયારે મેડિકલ ઈમર્જન્સી વખતે અનેક લોકોને સ્ટ્રેચરથી હોસ્પિટલ સુધી પહોંચાડીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમા ખૂબજ કઠિન અને કસ્ટ દાયક હોય છે કારણ કે ગિરનાર પર્વતની ખીણમાં આવેલા ગાઢ જંગલમાં નદીઓ, કોતરો, પહાડોમાંથી પસાર થઈને 36 કિલોમીટર ચાલીને પરિક્રમા કરવાની હોય છે
લાખોની મેદની વચ્ચે અનેક મુશ્કેલીઓ સર્જાય છે આ વખતે પ્રસાશન દ્વારા તમામ આગવી તૈયારી કરી હતી. આ લીલી પરિક્રમા પછી પોલીસ વિભાગની કામગીરી ઉડીને આંખે વળગે તેવી હતી કારણ કે જંગલ વિસ્તારમાં ભુલ પડેલા 400 જેટલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પરિવાર સાથે મિલાપ કરાવ્યો. તેમજ પહાડી વિસ્તારોમાં જયારે મેડિકલ ઈમર્જન્સી વખતે અનેક લોકોને સ્ટ્રેચર દ્વારા હોસ્પિટલ સુધી પહોંચાડીને અનેક લોકોના જીવ બચાવાયા હતા.