Site icon Revoi.in

જૂનાગઢ યુનિવર્સિટીમાં નવા કુલપતિ માટેભરતી પ્રકિયા શરૂ, 50થી વધુ ઉમેદવારો મેદાનમાં,

Social Share

જુનાગઢઃ રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીના કૂલપતિઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. એટલે કૂલપતિના નામની પસંદગી માટે સર્ચ કમિટીઓ નિમવામાં આવી રહી છે. ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૂલપતિની પસંદગી માટે  સર્ચ કમિટી બનાવવામાં આવી છે. અને કમિટી દ્વારા કૂલપતિપદ માટે અરજીઓ મંગાવતા કૃષિ ક્ષેત્રના નિષ્ણાત એવા 50 જેટલા પ્રાધ્યાપકોએ અરજીઓ કરી છે. જેમાં હાલ સ્ક્રુટીની કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. 50માંથી ત્રણ નામની પેનલ બનાવીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકાર એમાંથી એક નામની પસંગી કરીને કૂલપતિના નામની જાહેરાત કરશે. એટલે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સુધીમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીને નવા કૂલપતિ મળી જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢ યુનિવર્સિટીના સર્ચ કમિટીના ચેરમેન તરીકે  ગુજરાતની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાં કુલપતિ હર્ષદ પટેલ, ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ હિમાંશુ પંડ્યા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સંજય ભાયાણીની નિમણુક કરવામાં આવી છે. સર્ચ કમિટી બન્યા બાદ કુલપતિ માટેની અરજી મંગાવવામાં આવી હતી. અત્યાર સુધી 50થી વધુ અરજીઓ આવી હતી અને હવે આ અરજીઓની સ્ક્રુટીની કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સ્ક્રુટીની પ્રક્રિયા બાદ સરકારમાં 3 નામ મોકલવામાં આવશે. જેમાંથી એક નામ પસંદ કરીને જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિની નિમણુક કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં અનેક યુનિવર્સિટીઓના કૂલપતિઓનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યા છે. જેમાં  ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની નિમણુક માટે પણ સર્ચ કમિટીના 2 સભ્યની નિમણુક કરવામાં આવી છે. હવે એક નામ રાજ્યપાલ તરફથી આપવામાં આવશે ત્યારબાદ કુલપતિની નિમણુક માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિની જગ્યા ખાલી છે તે માટે પણ સર્ચ કમિટી બનાવવામાં આવી છે. સર્ચ કમિટીની નિમણુક થઈ છતાં હજુ સુધી કુલપતિની નિમણુક માટે પ્રક્રિયા શરૂ કરાઇ નથી.