- અમરનાથ યાત્રા પર જંક ફૂડ બેન
- તળીવી વસ્તુઓ, સ્વિટ ડિશ અને ટિપ્ત નહી મળે
શ્રીનગરઃ- કોરોના મહામામારીને કારણે 2 વર્ષથી બાબા બર્ફાનીની ગુફા એવા અમરનાથનની યાત્રા પર પ્રતિબંધ હતો ત્યારે હવે આ વર્ષથી અમરનાથ યાત્રાનો આરંભ થવા જઈ રહ્યો છે.ટૂંક સમયમાં યાત્રા શરુ થવાની છે ત્યારે હવે યાત્રીઓ માટે બનવા ખોરાકને લઈને મહત્વના આદેશ જારી કરાયા છે જેમાં માત્ર હેલ્ધી ફૂડ પિરસવાની વાત કહેવામાં આવી છે બિનઆરોગ્યપ્રદ ખોરાક પર બેન મૂકાયો છે
ખાસ કરીને ભરતેલમાં તળેલા ખોરાકો જેવા કે સમોસો વગેરે તથા ચિપ્સ ,સ્વિટ ડીશ પર બેન મૂકવામાં આવ્યો છે.આ બાબતે અહી ચાલતા તમામે તમાર લંગરને શ્રાઇન બોર્ડે દ્રારા પત્ર લખવામાં આવ્યો છે જેમાં કહેવાયું છે કે પ્રવાસીઓને માત્ર સારો ખોરાક પીરસવામાં આવશે જેમકે લીલાં શાકભાજી, સલાડ, મકાઈની રોટલી, સાદી દાળ, લાૅ ફેટ દૂધ અને દહીં જેવી પૌષ્ટિક ચીજો જ આપવામાં આવે.હેવી ફેટી તથા ઓઈલી ખાદ્ય ચીજ હવે નહી આપી શકે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતોની સલાહ સૂચનો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને યાત્રીઓના આરોગ્યને સ્વસ્થ્ય રાખઈ શકાય.સ્વાસ્થ્ય નિષ્ણાંતોના ક્યા મુજબ આરોગ્યપ્રદ ભોજન યાત્રિકોનું સ્વાસ્થ્ય ઠીક રાખશે. શરીરમાં એનર્જી લેવલ પણ જળવાશે સાથે જ , યાત્રા કરવામાં મુશ્કેલી નહીં થાય. કારણ કે અહીનું વાતાવરણ દરેકને રાસ આવે એવું હોતું નથી ત્યારે હવે ફૂડને લઈને આ પ્રકારનો ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 30 જૂનથી યાત્રા શરુ થઈ રહી છે ત્યારે અનેક લંગરો પણ અહીં લાગતા હોય છે તેવી સ્થિતિમાં આ લંગર દ્રારા યાત્રીઓને સારો ખોરાક પિરસવામાં આવે તે હેતુસર આ નિર્ણય અમલી કરવામાં આવ્યો છે.