અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કૂવૈત જતી ફ્લાઈટ ઉપડવાની તૈયારીમાં હતી. પ્રવાસીઓ પણ પોતાની સીટ પર બેસી ગયા હતા. દરમિયાન પાયલોટને ખબર પડી કે ફ્લાઈટમાં ફ્યુઅલ ઓછું છે. આથી ફ્લાઈટના કેપ્ટને ગ્રાઉન્ડ સ્ટાફને મેસેજ આપવો પડ્યો હતો. અને ફ્લાઈટમાં ફ્યુઅલ પુરાવ્યા બાદ રવાના થઈ હતી આમ ફ્લાઈટ તેના નિર્ધારિચ સમય કરતા દોઢ કલાક મોડી રવાના થઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ખરાબ વાતાવરણ કે ટેક્નિકલ ખામી સર્જાય તો ફલાઇટ મોડી પડતી હોય છે. પરંતુ ફલાઇટમાં છેલ્લી ઘડીએ ફયૂઅલ ઓછું હોવાનું ધ્યાને આવતા ફલ્ઈટ મોડી ઉપડી હતી. સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી જજીરા એરવેઝની અમદાવાદથી કુવૈત જતી ફલાઇટ સવારે 6.45 કલાકે ટેકઓફ થવાની હતી. ફલાઇટમાં 150 મુસાફરો સવાર હતા જેમનું સિક્યોરિટી ચેકિંગ થઇને ફલાઇટમાં બેસી ગયા હતા. ફલાઇટમાં બેગેજ લોડ થઇ ગયા બાદ કેપ્ટનને ફ્યૂઅલ ઓછું હોવાનું ધ્યાને આવતા ગ્રાઉન્ડ સ્ટાફને સંદેશો આપ્યો હતો. દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફે જણાવ્યું કે ફલાઇટમાંથી તમામ મુસાફરોની બેગેજ ઉતારવી પડશે તેમાં વિલંબ થશે. કેપ્ટને બેગેજ ઉતારવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. કેપ્ટને ફ્યુઅલ પૂર્યા સિવાય ફલાઇટ ટેકઓફ કરવાની ના પાડી હતી. એરપોર્ટ પર ફ્યૂઅલ ટેન્ક આવવા સુધીમાં વિલંબ થતાં ફ્લાઈટ દોઢ કલાક મોડી ઉપડી હતી.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સામાન્ય રીતે ફલાઇટમાં ફ્યૂઅલ વિંગમાં પુરવામાં આવે છે ત્યારે ફલાઇટમાં વજન ઓછું હોવુ જોઇએ એટલે કે પેસેન્જરોનો લગેજ કંપાર્ટન્ટમાં લોડ થાય પહેલા જ ફ્યૂઅલ પુરવાનું હોય છે કોઇપણ ફલાઇટના કેપ્ટન ટેકઓફ પહેલા ફયૂઅલ ચેક કરી લેતા હોય છે પરંતુ આજે કેપ્ટનને ફ્યૂઅલ ઓછું હોવાનું છેલ્લી ઘડીએ ધ્યાનમાં આવ્યું હોવાની ભૂલ થઇ હતી.