Site icon Revoi.in

માત્ર આ કારણથી 200 ફૂટ ઊંચા ટાવર પર તિરંગો લઈને ચઢ્યો યુવક-55 કલાક પછી નીચે ઉતર્યો

Social Share

ઈસરોના લાખ પ્રયત્નો કરવા છતા ચંદ્રયાન-2 વિક્રમનો સંપર્ક ન થવા પર પ્રયાગરાજનો એક યૂવક હાથમાં તિરંગો પકડીને ફિલ્મ શોલેનો વીરુ બની ગયો હતો.આ યુવક શહેરને યમુનાપાર વિસ્તારથી જોડનારા નવા યમૂના પુલના અંદાજે 200 ફૂટ ઊંચા ટાવર પર ચઢી ગયો હતો અને ઉપર જઈને નીચે કુદકો મારવાની ધમકી આપવા લાગ્યો.

આ યુવક નવા યમુના પુલના આશરે 200 ફૂટ ઊંચા ટાવર પર ચઢી ગયો અને ત્યાંથી કૂદવાની ધમકી આપવાનું શરૂ કર્યું. વારાણસીથી મંગાવામાં આવેલી એક ખાસ હાઇડ્રોલિક લિફ્ટના માધ્યમથી લગભગ 55 કલાકની ભારે મહેનત બાદ આ યુવાનને સલામત રીતે નીચે લાવવામાં સફળતા મળી હતી. આ દરમિયાન તે સતત તિરંગો લહેરાવતા ઉપરથી કૂદી પડવાની ધમકી આપતો હતો.

યૂવકના ટાવર પર ચઢવાના કારણથી બ્રિજ પર તમાશો જોવા લોકોનુંટોળું ઉમટ્યું હતું. લોકોએ તેમના વાહનો પુલ પર ઉભા રાખ્યા હતા અને આ યુવકને જોવા લાગ્યા હતા,જેણે ફિલ્મ શોલેના વીરુનો સીન ક્રીયેટ કર્યો હતો. બુધવારે સાંજે તેણે ટાવર પરથી એક કાગળ નીચે ફેંક્યો હતો, જેમાં લખ્યું હતું કે જ્યાં સુધી ચંદ્રયાન -2 વિક્રમ ઇસરો સાથે સંપર્ક સ્થાપિત કરી શકશે નહીં ત્યાં સુધી તે આ રીતે ચડતો રહેશે અને સંપર્ક માટે ટાવર પરથી જ પ્રાર્થના કરતો રહેશે.

પ્રયાગરાજના માંડા વિસ્તારનો રહેવાસી  24વર્ષીય રજનીકાંત બિંદની દિમાગની હાલત ખરાબ છે,માનસીક રીતે તે સ્વસ્થ નથી,તે ઘણી વાર આ પ્રકારની ઉટપટાંગ હરકતો કરતો જોવા મળ્યો છે,તે પહેલા ઘણીવાર ટાવર પર ચઢવાના પ્રયત્નો કરી ચૂક્યો છો,સોમવારની સાંજે તે પોતાના હાથમાં તિરંગો લઈને નવા યમુના પુલના 200 ફૂટ ઊંચા ટાવર પર ચઢી ગયો હતો,અને શોલે ફિલ્મનો સીન ક્રીયેટ કર્યો હતો,લોકો આ સીન જોવા માટે એકઠા થયા હતા, ત્યારે હાઈડ્રોલિક લિફ્ટ મંગાવીને આ યૂવકને નીચે ઉતારવામાં આવ્યો હતો.