ચણા તે સૌથી પૌષ્ટિક આહારમાનો એક ખોરાક છે, આ વાત સાથે લગભગ કોઈ અસહમત થાય નહી, ચણા શરીર માટે અનેક રીતે ઉપયોગી છે, આવામાં જો વાત કરવામાં આવે અંકુરિત ચણાની તો તે તો શરીર માટે જોરદાર ફાયદાકારક છે, જાણકારોના કહેવા પ્રમાણે આ ચણા જો રોજ અડધી મુઠ્ઠી જેટલા ખાવામાં આવે તો મોટાભાગની બીમારી દુર થાય છે.
જો વાત કરવામાં આવે તેના સેવન કરવાની રીત વિશેની તો ચણાને સવારથી સાંજ પાણીમાં પલાળી રાખો. રાત્રે તેનું પાણી કાઢી લો અને ચણાને કપડામાં બાંધી લો. સવાર સુધીમાં ચણા ફૂટી જશે. રોજ સવારે ખાલી પેટે એક મુઠ્ઠી અંકુરિત ચણા ખાઓ. ખાધા પછી લગભગ એક કલાક સુધી બીજું કંઈ ના ખાઓ. કેલ્શિયમ, આયર્ન, કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન્સથી ભરપૂર હોવાને કારણે જે લોકોના હાડકાં નબળા હોય અથવા હાડકાં સંબંધિત સમસ્યા હોય, ચણા હાડકા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.
જો સામાન્ય ફાયદાની વાત કરવાની આવે તો પ્રોટીન અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત હોવાને કારણે જે લોકો વજન ઘટાડવા ઈચ્છે છે તેમના માટે કાળા ચણાને પણ ફાયદાકારક માનવામાં આવે છે. વજન ઘટાડનારા લોકો તેને તેમના આહારમાં સામેલ કરે છે તો તેમને ઘણી મદદ મળે છે. આ ઉપરાંત ચણાને નિયમિત રીતે ખાવાથી તમે શરીરમાં લોહીની ઉણપને ઝડપથી દૂર કરી શકો છો. અંકુરિત ચણા એનિમિયાના દર્દીઓ માટે ફાયદાકારક છે. શરીરમાં લોહીની ઉણપને દૂર કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ પણ નિયંત્રણમાં રહે છે.