નવી દિલ્હીઃ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ દેશના 50માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડને સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોદાના શપથ લેવડાવ્યાં હતાં. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.
જસ્ટીસ ચંદ્રચુડને વર્ષ 2016માં સુપ્રિમકોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. અગાઉ તેઓ અલ્લાહબાદ હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હતાં. 1959મા જન્મેલા ન્યાયમૂર્તિ ચંદ્રચુડને 13મી મે એ 2016ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ તેમણે અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. જસ્ટીસ ચંદ્રચુડ અયોધ્યા, શબરીમાલા, નિષ્ઠાનો અધિકાર, આધારની કાનુની માન્યતા જેવા મુખ્ય કેસોમાં નિર્ણય લેનાર બેંચના ભાગ રહ્યાં હતાં. તેમણે દિલ્હી યુનિવર્સિટિના કેમ્પસ લો સેન્ટરમાંથી L.L.B. પૂર્ણ કર્યું હતું. અને યુ.એસ.એ.ની હાર્વડ લો સ્કૂલમાંથી જ્યુરીડીકલ સાયન્સમાં L.L.M. અને ડોકટરેટની ડિગ્રી મેળવી હતી.
આ શપથગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ,, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિતશાહ, કેન્દ્રીય મંત્રીઓ ત્રણેય સેનાના અધ્યક્ષો, સુપ્રિમકોર્ટના વિવિધ ન્યાયાધીશો, સિનિયર વકીલો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.