Site icon Revoi.in

પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા઼ના પ્રમુખ તરીકે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની નિમણૂક કરાઈ

Social Share

દિલ્હી-  પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા઼ના પ્રમુખની છેવટે નિમણૂક કરવામાં આવી ચૂકી છે આ પદ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ ચૂંટાઈ આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે , ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય પ્રકાશ દુબેની બનેલી સમિતિએ પીસીઆઈ પ્રમુખ તરીકે તેમની નિમણૂકને મંજૂરી આપી હતી. મંગળવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

જાણકારી પ્રમાણે પીસીઆઈના વડા તરીકે જસ્ટિસ રંજના દેસાઈની નિમણૂકની સત્તાવાર સૂચના ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. મીડિયા વોચડોગના અન્ય સભ્યોની પણ ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે. પેનલમાં સાંસદોની નિમણૂક માટેની ભલામણની પણ રાહ જોવાઈ રહી છે.

આ અગાઉ જસ્ટિસ ચંદ્રમૌલી કુમાર પ્રસાદ (નિવૃત્ત) PCI પ્રમુખ હતા. ગયા વર્ષે નવેમ્બરમાં તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ અને પદ છોડ્યા બાદ આ પોસ્ટ ત્યારથી જ ખાલી પડી હતી. હવે આના પર જસ્ટિસ રંજના દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.

કોણ છે રંજના દેસાઈ જાણો

જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈનો જન્મ 30 ઑક્ટોબર 1949ના રોજ થયો હતો. તેમણે 1970માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બેચલર ઑફ આર્ટસ અને 1973માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી બેચલર ઑફ લૉ પાસ કર્યું હતું. 

આ સાથે જ તેઓ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રહી ચૂક્યા છે. તેઓ 13 સપ્ટેમ્બર 2011ના રોજ આ પદ પર નિયુક્ત કરવામાં આવી હતી. આ સિવાય 72 વર્ષીય જસ્ટિસ દેસાઈ બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ છે. જસ્ટિસ રંજના દેસાઈએ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર પર સીમાંકન કમિશનનું નેતૃત્વ કર્યું હતું. જેની સ્થાપના કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનસભા મતવિસ્તારોને ફરીથી બનાવવા માટે કરવામાં આવી હતી.