જસ્ટિસ સંજીવ ખન્ના બન્યા દેશના 51મા ચીફ જસ્ટિસ
નવી દિલ્હીઃ જસ્ટિસ સંજીવ ખન્ના દેશના નવા ચીફ જસ્ટિસ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમને પદના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ખન્ના દેશના 51માં ચીફ જસ્ટિસ છે. તેમનો કાર્યકાળ 13 મે 2025 સુધી એટલે કે લગભગ 6 મહિનાનો રહેશે. તેઓ ચૂંટણી બોન્ડ યોજનાને સમાપ્ત કરવા અને કલમ 370 નાબૂદ કરવા જેવા ઘણા ઐતિહાસિક નિર્ણયોનો ભાગ રહ્યા છે.
જસ્ટિસ સંજીવ ખન્નાએ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લૉ સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. સ્નાતક થયા પછી તેમણે 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી કરાવી. સુપ્રીમ કોર્ટના જજ બનતા પહેલા તેઓ 14 વર્ષ સુધી દિલ્હી હાઈકોર્ટમાં જજ હતા. તેમને 2019માં સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટીસ સંજીવ ખન્નાનો કાર્યકાળ 13 મે 2025 સુધીનો રહેશે. ઉલ્લેખનીય છે કે દેશના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ નિવૃત થતા હવે જસ્ટિસ ખન્ના તેમનું સ્થાન લીધું છે.