- જસ્ટિસ યુયુ લલિત બન્યા દેશના નવા મુખ્ય ન્યાયાધિશ
- એનવી રમનની જગ્યા લેશે
દિલ્હીઃ- સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ એનવી રમનનો પદભારની જવાબદારી હવે જસ્ટિસ યુયુ લલિતને સોંપવામાં આવી છે.એનવી રમણે આ પદ માટે સરકારને જસ્ટિસ લલિતને નવા સીજેઆઈ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે.
ત્યારે હવે દેશના 49મા મુખ્ય ન્યાયાધિશ તરીકે જસ્ટિસ યૂયૂ લલિતને જવાબદારી સોંપાઈ છે તેઓ દેશના નવા મુખ્તેય ન્ઓયાયાધિશ બન્યા છે અને હવે એનવી રમનની જગ્યા લેશે,સાથે જ આ ઓગસ્ટ મહિનામાં જ પોતાનો પદભાર સંભાળશે ઉલ્લેખનીય છે કે એનવી રમના આ મહિને નિવૃત્ત થઈ રહ્યા છે.
જો જસ્ટિટસ યુયુ લલિત વિશે વાત કરવામાં આવે તો તેઓ તે ઘણા સીમાચિહ્નરૂપ ચુકાદાઓનો ભાગ બન્છેયા જેમાં તાત્કાલિક ‘ટ્રિપલ તલાક’ દ્વારા છૂટાછેડાની પ્રથાનો સમાવેશ થાય છે. આ સહીત તેઓ બીજા સીજેઆઈ બન્યા છે તે જેમને બારમાંથી સીધા જ સર્વોચ્ચ અદાલતની બેંચમાં સ્થાન આપવામાં આવ્યું છે.તેઓ એક જાણીતા વરિષ્ઠ વકીલ હતા, તેમને 13 ઓગસ્ટ, 2014ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને બુધવારે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ CJIને પત્ર લખીને તેમના અનુગામીના નામની ભલામણ કરવા વિનંતી કરી હતી કારણ કે ચીફ જસ્ટિસ રમના 26 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે.