કબીર સિંહ ફેમસ અભિનેત્રી કિયારા અડવાણીનો આજે જન્મદિવસ, જાણો તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
- અભિનેત્રી કિયારા અડવાણીનો આજે જન્મદિવસ
- ફિલ્મ ‘ફગલી’ થી બોલિવુડમાં કરી હતી એન્ટ્રી
- ફિલ્મોમાં કામ કરતા પહેલા કરાવી ચુકી છે ટીચિંગ
મુંબઈ:અભિનેત્રી કિયારા અડવાણી ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. કિયારા અડવાણી 31 જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવે છે. કિયારાના પિતા જગદીપ અડવાણી મોટા બિઝનેસમેન છે.જ્યારે અભિનેત્રીની માતા જેનેવિઝ જાફરી એક શિક્ષક છે. કિયારા ખાસ કરીને તેના ચાહકોમાં તેની સાદગી માટે જાણીતી છે.
કિયારાએ પ્રારંભિક અભ્યાસ મુંબઈથી કર્યો હતો. એટલું જ નહીં, અભિનેત્રીએ અનુપમ ખેરની અભિનય શાળામાંથી અભિનયની સૂક્ષ્મતા શીખી હતી.આજે, કિયારાના જન્મદિવસે, અમે તમને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશું.
ઘણીવાર ચાહકો એવું વિચારે છે કે કિયારાએ એમએસ ધોનીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ એવું નથી.અભિનેત્રીએ વર્ષ 2014 માં ફિલ્મ ‘ફગલી’ થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. જોકે આ ફિલ્મને વધારે સફળતા મળી ન હતી.
અભિનેત્રીનું સાચું નામ કિયારા નથી, અભિનેત્રીએ પોતે ઘણી વખત કહ્યું છે કે ફિલ્મોમાં આવતા પહેલા તેનું નામ આલિયા અડવાણી હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે,સલમાન ખાનની સલાહ પર તેણે પોતાનું નામ આલિયાથી બદલીને કિયારા કર્યું છે. અભિનેત્રીએ તેનું નામ બદલ્યું કારણ કે આલિયા ભટ્ટ ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી જ હાજર હતી, અને તે ફેમસ પણ થઇ ચુકી હતી.
એક ઇન્ટરવ્યૂમાં, કિયારાએ પોતે કહ્યું હતું કે, ફિલ્મ ‘અંજાના અંજાની’ માં પ્રિયંકાના પાત્રનું નામ કિયારા હતું તે પ્રિયંકાના આ નામથી ખૂબ પ્રભાવિત થઇ ગઈ હતી, તેથી તેણે આ નામ પોતાના માટે પસંદ કર્યું.
એવું કહેવાય છે કે કિયારાની દાદીએ તેને પોતાની કારકિર્દીમાં કામનો અનુભવ વધારવા માટે ટીચિંગ આપવાની સલાહ આપી હતી. કારણ કે તે બાળકોને ભણાવવાનું પસંદ કરતી હતી. અભિનેત્રીએ કોલાબાની અર્લી બર્ડ સ્કૂલમાં ભણાવ્યું પણ હતું. અહીં તેની માતા જેનેવીવ શિક્ષિકા હતી.
કિયારાને 2016 ની ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ થી ઓળખ મળી. આ પછી અભિનેત્રી કેટલીક ફિલ્મોમાં જોવા મળી પરંતુ તેને ખ્યાતિ મળી નહીં. ત્યારબાદ કબીર સિંહે અભિનેત્રીને સાચી ઓળખ આપી. તાજેતરમાં કિયારાની નવી ફિલ્મ શેર શાહનું ટ્રેલર રિલીઝ થયું છે. વિક્રમ બત્રાના જીવન પર આધારિત આ ફિલ્મમાં તે ખાસ ભૂમિકામાં જોવા મળશે