સંગીતની દુનિયામાં લોકપ્રિય કૈલાશ ખેરનો જન્મદિવસ, અવાજના દમ પર બનાવ્યું પોતાનું નામ
- કૈલાશ ખેરનો આજે જન્મદિવસ
- નાની ઉંમરે છોડ્યુ પોતાનું ઘર
- સંગીતની દુનિયામાં મોટુ નામ
મુંબઈ : પોતાની ગાયિકાના દમ પર ફેંસના દિલ પર રાજ કરનાર સિંગર કૈલાશ ખેરને કોણ નથી ઓળખતું.આજે કૈલાશ ખેરનો જન્મદિવસ છે. કૈલાસનો જન્મ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં થયો હતો. એવું કહેવામાં આવે છે કે કૈલાશ ફક્ત 13 વર્ષની વયે પોતાનું ઘર છોડી દીધું હતું. કૈલાશે તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.
નાનપણથી જ મ્યુઝિકના શોખીન એવા કૈલાસ ખેર સંઘર્ષના દિવસોમાં બાળકોને મ્યુઝિક ટ્યુશન પણ આપતા હતા. કૈલાશે આજે જે સ્થાન મેળવ્યું છે તે હાંસલ કરવું તેમના માટે સહેલું નહોતું.
1999 ની આસપાસ કૈલાસને જયારે સફળતા ન મળી , ત્યારે તે ખૂબ નિરાશ થઇ ગયા હતા અને મિત્ર સાથે બિઝનેસ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ અહીં પણ કૈલાશને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એવું કહેવામાં આવે છે કે બિઝનેસમાં ભારે નુકસાનને કારણે તે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા.અને તે સમયે પરેશાન કૈલાશે ખુદ મરી જવાનો વિચાર પણ કર્યો હતો.
દિલ્હીમાં અભ્યાસ કર્યા પછી તે મુંબઈ પહોંચ્યા હતા. અહીં એક દિવસ તેની મુલાકાત સંગીતકાર રામ સંપત સાથે થઇ હતી. આ એક મુલાકાતથી કૈલાસની કારકીર્દિમાં અલગ જ વળાંક આવ્યો. તે સમયે, રામ સંપતે કૈલાશને કેટલાક રેડિયો જિંગલ્સ ગાવાની તક આપી હતી, તે પછી કૈલાશ પાછું વળીને જોયું નહીં.
2006 માં કૈલાસનું ગીત તેરી દીવાની ફેંસની સામે આવ્યું હતું. આ ગીતથી ખળભળાટ મચી ગયો હતો.
ફિલ્મ ‘વેસા ભી હોતા હૈ’ માં અરશદ વારસી જોવા મળ્યો હતો. આ ફિલ્મના ‘અલ્લાહ કે બંદે’ ગીતથી આ ફિલ્મે ચાર ચાંદ લગાવ્યા હતા. કૈલાશ ખેરના અવાજથી સજ્જ આ ગીતને તે સમયે ચાહકોમાં ખૂબ ગમ્યું હતું.
બાહુબલી ફિલ્મે સફળતાનો રેકોર્ડ તોડ્યો હતો. આ ફિલ્મના બંને પાર્ટ્સ ફેંસને ખુબ જ ગમ્યા હતા. કૈલાસ ખેરને આ ફિલ્મમાં પણ એક ગીત ગાવાની તક મળી. ફેંસ હજી પણ આ ફિલ્મના પ્રખ્યાત ગીત જય જયકારા સાંભળતા હોય છે.
કૈલાસ ખેરે ઘણા શાનદાર ભજનો પણ ગાયા છે. સિંગરનું ગીત હે રી સખી મંગલ ગાઓ રી… ફેંસમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. આ ગીતને સેંકડો વ્યૂ મળી ચૂક્યા છે.
બાહુબલીનું બીજું ગીત કૈલાશ દ્વારા ગાવવામાં આવ્યું હતું, તે ગીત કૌન હૈ વો… આ ગીતને ફેંસમાં પણ અપાર સફળતા મળી હતી.