CMO માં સતત 9 વર્ષથી કાર્યરત કૈલાશ નાથન હવે ગુજરાતના નવા સીએમના ચિફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવશે
- પીએમ મોદીના સીએમ કાર્યકાળથી જ કાર્યરત છે કૈલાશ નાથન
- હવે નવા સીએમના ચિફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે
અમદાવાદઃ- તાજેતરમાં જ ગુજરાતના નવા મુખ્યમંત્રી પદ પર ભૂપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે ત્યારે હવે તેમના ચિફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કૈલાશ નાથન જ જવાબદારી સંભાળશે ,જ્યા સુધી આગળનો આદેશ ન મળે ત્યા સુધી કૈલાશ નાથન જ આ પદભાર સંભાળતા જોવા મળશે.
કૈલાશ નાથન સીએમઓ માં છેલ્લા 9 વર્ષથી સતત કાર્યશીલ જોવા મળે છે, ગુજરાતના મુખ્યમંત્રી પદ પર જ્યારે નેરન્દ્ર મોદી હતા ત્યારથી લઈને આજ દિન સુધી સીએમના ચિફ પ્રિન્સિપલ સેક્રેટરી હંમેશા તેઓ સેવા આપતા રહ્યા છે અને હવે નવા સીએમ પટેલ ચિફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પણ તેઓ જ રહેશે.
પીએમ મોદીના અંગત વિશ્વાસુ કૈલાશ નાથન વર્ષ 2013 ના મે મહિનામાં અધિક મુખ્ય સચિવ પદ પરથી નિવૃત્ત થયા ત્યાર બાદ મોદીએ તેઓને સીએમઓ માં ચિફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની ખાસ પોસ્ટ પર નિયુક્ત કર્યા હતા અને ત્યારથી તે આ સેવા આપી રહ્યા છે.જ્યારે જ્યારે નવા મુખ્યમંત્રીઓ આવે છે ત્યારે તેમની સતત આ પદ માટે નિમણૂક થતી રહે છે. આ કાર્યકાળ સતત 9 વર્ષથી ચાલુ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે કૈલાશ નાથનના વર્ષ 2021ના સમયમાં આ સેવા તરીકેના 8 વર્ષ પૂર્ણ થયા છે અને આ સતત 9મા વવર્ષે પણ તેઓને આ જવાબદારી સોંપવામાં આવી છે,આમ તેમના કાર્યકાળનું આ સતત 9મુ વર્ષ છે.