અમદાવાદઃ શહેરના રેલવે ટ્રાફિકથી 24 કલાક ધમધમતા કાળુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર જેવુ જ અદ્યત્તન રેલવે સ્ટેશન બનાવવાની વિચારણા હાથ ચાલી રહી છે. હોટેલ સાથે નવુ રેલવે સ્ટેશન બનાવાશે. જેમા ફાઈવ સ્ટાર હોટેલ સહિતની સુવિધા કાલુપુર રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ કરાવાશે. કેન્દ્ર સરકારે બજેટમાં રેલવે સ્ટેશન માટે 2000 કરોડથી વધુની ફાળવણી કરી છે. આ પ્રોજેક્ટ હાલ વિચારણા હેઠળ છે. આજે કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે તેઓ કાલુપુર રેલવે સ્ટેશનની પણ મુલાકાત લેશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાથે કાળુપુર રેલવે સ્ટેશનને અદ્યત્તન બનાવવા માટેની ચર્ચા કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તા. 13મીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. રેલવે મંત્રી કાળુપુર રેલવે સ્ટેશન ઉપરાંત સાબરમતી બુલેટે ટ્રેન સ્ટેશનની પણ મુલાકાત લેવાના છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરશે. આ બેઠકમાં કાલુપુર રેલવે સ્ટેશન, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને આગામી સમયગાળામાં વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે છે ત્યારે કાલુપુર રેલવે સ્ટેશનના કાયાપલટ માટેના પ્રોજેક્ટ અંગે ચર્ચા કરાશે. રેલવે મંત્રીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વપૂર્ણ બેઠક થવાની છે. જેમા ગાંધીનગરમાં જે પ્રકારનું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યુ છે, આ રેલવે સ્ટેશન પર જે રીતે હોટેલ કોન્સેપ્ટ છે એ પ્રકારની વિચારણા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન માટે પણ થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા 2000 કરોડથી પણ વધારેની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રીએ કાળુપુર રેલવે સ્ટેશનનો કેવી રીતે વિકાસ કરી શકાય તેનો પ્રોજેક્ટ પણ નિહાળ્યો છે. અત્યાર સુધીમાં એકમાત્ર એવી હોટેલ ગાંધીનગર રેલવે સ્ટેશન પર બનાવવામાં આવી છે તેને પાયલોટ પ્રોજેક્ટ બનાવી અલગ અલગ રાજ્યોમાં પણ આ જ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.