કમલ કિશોર સોન, ઝારખંડ કેડરના વરિષ્ઠ IAS અધિકારી (બેચ: 1998) હાલમાં શ્રમ અને રોજગાર મંત્રાલયમાં શ્રમ કલ્યાણના અધિક સચિવ અને મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે, તેમણે કર્મચારી રાજ્ય વીમા કોર્પોરેશન (ESIC) શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ, 31.05.2024ના રોજ મહાનિર્દેશકનો વધારાનો હવાલો સંભાળ્યો છે.
તેમને ઝારખંડ રાજ્યમાં વિવિધ વિભાગો, જમીન મહેસૂલ વ્યવસ્થાપન અને જિલ્લા વહીવટ, કૃષિ અને સહકાર, આરોગ્ય, મકાન બાંધકામ, પરિવહન, નાણાં, ઉર્જા, જળ સંસાધન, સામાજિક ન્યાય અને સશક્તીકરણ, વગેરેના શાસન અને સંચાલનનો બહોળો અનુભવ છે.