કમલા હેરિસે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર તરીકે નોમિનેશન માટે નામ નિશ્ચિત કર્યુ
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી વર્ચ્યુઅલ નોમિનેશન પર મહોર મારી દીધી છે. એટલે કે તેમની ઉમેદવારી કન્ફર્મ થઈ ગઈ છે. જો બિડેને યુએસ ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધા બાદ કમલા હેરિસે પ્રચારની શરૂઆત કરી હતી. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની પસંદગી માટે ભારતીય સમય અનુસાર ગુરુવારે સાંજે સાડા છ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. શુક્રવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં કમલા હેરિસે વર્ચ્યુઅલ નોમિનેશન માટે પૂરતા વોટ મેળવી લીધા હતા.
નિયમો અનુસાર, અમેરિકામાં, લોકો 6 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યા સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોને પસંદ કરવા માટે તેમના મત આપી શકે છે. આ પછી પરિણામ જાહેર કરવામાં આવશે.
વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર, કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા માટે 1976 વોટની જરૂર છે. એવી અપેક્ષા છે કે તે આ આંકડો સરળતાથી પાર કરશે. મતદાન પૂર્ણ થયા બાદ કમલા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત પણ કરી શકે છે.
આ પછી બંને નેતાઓ અમેરિકામાં નવેસરથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે.
શુક્રવારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી વર્ચ્યુઅલ નોમિનેશન પર મહોર માર્યા બાદ કમલા હેરિસે અમેરિકન લોકોનો આભાર માન્યો હતો. કમલા હેરિસ, 59, એ પાર્ટીની ઉજવણીમાં જણાવ્યું હતું “યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટે સંભવિત ડેમોક્રેટિક નોમિની તરીકે હું સન્માનિત છું,” .
તમને જણાવી દઈએ કે 21 જુલાઈના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને સ્વાસ્થ્યનું કારણ આપીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે કમલા હેરિસને ટેકો આપ્યો.
ડેમોક્રેટિક પાર્ટીમાંથી કમલા આ રેસમાં એકમાત્ર દાવેદાર છે.
મેરેથોન વોટિંગના બીજા દિવસે પર્યાપ્ત મત મેળવ્યા બાદ પાર્ટીના એક કાર્યક્રમમાં 59 વર્ષીય કમલા હેરિસે ફોન દ્વારા જણાવ્યું હતું કે, “યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટે સંભવિત ડેમોક્રેટિક નોમિની તરીકે હું સન્માનિત છું.”
ડેમોક્રેટિક પાર્ટીએ વર્ચ્યુઅલ નોમિનેશન પ્રક્રિયા પર નિર્ણય લીધો છે – રોગચાળાથી પ્રભાવિત 2020 મતદાનની જેમ જ – કારણ કે મુખ્ય પક્ષો પાસે ઓહિયોમાં નવેમ્બરની ચૂંટણી માટે તેમના પ્રમાણિત ઉમેદવારોના નામ સબમિટ કરવા માટે 7 ઓગસ્ટની સમયમર્યાદા છે.