Site icon Revoi.in

દૂબઈથી સોપારીની દાણચોરીના કૌભાંડમાં કંડલા મરીન પોલીસે ત્રણની ધરપકડ કરી

Social Share

ગાંધીધામઃ કંડલા પોર્ટ પર દૂબઈથી સિંધા લૂંણ યાને રોક સોલ્ટ આયાત કરવામાં આવ્યું હતું પણ રોક સોલ્ટના સ્થાને 60 ટન સોપારીનો જથ્થો કન્ટેનરમાં લાવવામાં આવ્યો હતો. કંડલા મરીન પોલીસે ત્રાટકીને બે કન્ટેઈનરમાંથી 1.80 કરોડના મૂલ્યની 60 ટન સોપારીનો જથ્થો જપ્ત કર્યો હતો. મરીન પોલીસે સોપારી આયાત કરનારા મુંબઈની MAM ટ્રેડિંગ કંપનીના સંચાલક કાલુ રામ ઊર્ફે સુનીલ મોહનભાઈ ચૌધરી સહિત વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ કંડલા નજીક LMG ગોડાઉન નંબર 14માં રાખ્યો હતો અને માલ ટ્રકોમાં લોડ કરી સગેવગે કરવાની તૈયારીમાં હતાં. ત્યારે જ મરીન પોલીસે દરોડો પાડ્યો હતો.

કંડલા મરીન પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, દૂબઈથી રોક સોલ્ટના 60 ટન માલની આયાત કરવામાં આવી હતી, પણ કન્ટેનરોમાં રોક સોલ્ટના સ્થાને સોપારીનો જથ્થો આયાત કરાયો હતો. આ અંગેની બાતમી મળતાં 21 જૂલાઈની મધરાત્રે પોલીસે ત્રાટકીને બે કન્ટેઈનરમાંથી 1.80 કરોડના મૂલ્યની 60 ટન સોપારીનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીઓ કસ્ટમની આંખમાં ધૂળ નાખવા હતા. આરોપીઓએ રૉક સોલ્ટની આડમાં સોપારી મંગાવી હતી. પોલીસે ગોડાઉનમાંથી સોપારી સાથે એક હજાર કિલો રૉક સોલ્ટ પણ જપ્ત કર્યું હતું.

પોલીસ તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે,  CWCના મેનેજર વરુણ રમેશભાઈ મોહને ગોડાઉનના સુપરવાઈઝર અનિલ છગનભાઈ બારોટ સાથે મળીને બારોબાર માલ ઉતરાવ્યો હતો. સોપારીની હેરફેર કરવા માટે આદિપુરના કરણ ગોવિંદભાઈ કાનગડ અને તેના ભાઈ અરૂણે સુનીલ ચૌધરીને ત્રણ ટ્રક ભાડે આપી હતી. સ્મગલિંગ કાંડ અંગે તમામ આરોપીઓ પ્રથમથી જ વાકેફ હતા. અને અંગત આર્થિક ફાયદો મેળવવા તેમાં સામેલ થયા હતા. આ ગુનામાં જે-તે સમયે પોલીસે અનિલ બારોટ, કરણ કાનગડ અને- વરુણ મોહનની ધરપકડ કરી હતી.. તપાસમાં મહારાષ્ટ્રના વધુ બે- શખ્સ રાહુલ મંગેશ પાટીલ અને નાગેશ કાશીનાથ સુર્વેની પણ સંડોવણી બહાર આવી હતી. કંડલા પોલીસે સુનીલ સાથે રાહુલ પાટી અને નાગેશ સુર્વેની પણ ધરપકડ કરી છે. અરુણ કાનગડ હજુ નાસતો ફરે છે. કંડલા પીઆઈ એ.એમ. વાળા પીએસઆઈ એસ.એસ. વરુ સહિતનો સ્ટાફ આ મામલે વધુ તપાસ કરી રહ્યો છે.

#KandlaPort #Smuggling #BetelNutSeizure #MarinePolice #RockSaltCoverup #DubaiImports #SeizedGoods #SmugglingCase #ImportFraud #PoliceInvestigation #IndiaCustoms #IllegalTrade #CrimeNews #Gandhidham #EconomicOffences