દિલ્હીઃ કનૈયા કુમાર કેટલાક સમયથી ચર્ચામાં રહેવામાં સફળ રહ્યાં છે. તેમમે વામપંથિઓની આંખોનો તારો મનાતા કુમારને અચાનક કોમ્યુનિસ્ટોનો હાથ છોડીને કોંગ્રેસ તરફ નજર દોડાવી રહ્યાં છે તે અંગે રાજકીય વિશેષકોમાં તરેહ-તરેહની ટકળો વહેતી થઈ છે. જેએનયુ છાત્રસંધના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ નેતા કનૈયાકુમાર કોંગ્રેસમાં જોડાવવા જઈ રહ્યાં છે ત્યારે એવા સવાલ ઉભા થયાં છે કે, એવું શું થયું કે ફાયરબ્રાન્ડ નેતા કનૈયાકુમાર સીપીઆઈનો સાથ છોડવા મજબુર બન્યાં છે. એવુ મનાય રહ્યું છે કે, કુમારને રાષ્ટ્રીય સ્તર ઉપર પ્રમોશનના લઈને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)માં અંદર-અંદર મતભેદ ઉભા થયાં છે. જેથી પાર્ટીનો સાથ છોડવાનો કનૈયાએ નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે.
પાર્ટીના સુત્રોના જણાવ્યા અનુસાર પોતોના જોરદાર ભાષણ અને હિન્દી ભાષી રાજ્યોમાં કનેક્શનને લઈને કુમારની જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. કનૈયાની જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો મોટી સંખ્યામાં આવતા હોવાથી સીપીઆઈના સિનિયર નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. જો કે, કેટલાક લોકોનું કહેવું છે કે, કનૈયાકુમાર પાર્ટીની બિહાર લીડરશિપથી પોતાને ઉપેક્ષિત કરવા લાગ્યાં હતા. તેઓ પાર્ટીમાં એક મુખ્ય ભૂમિકા ઈચ્છી રહ્યાં છે પરંતુ નેતૃત્વ સાથે અંતર વધી રહ્યું છે. જેથી પાર્ટીના ટોપ લીડર પોતાની વિચારધારા પર અડગ છે જ્યારે પાર્ટીથી મોટુ કોઈ નથી. પાર્ટીના સુત્રોનાએ પણ સ્વીકાર્યું છે કે, કનૈયા કુમારને દેશભરમાં રેલીઓ કરવાનો મોકો મળવો જોઈએ. એવુ પણ મનાઈ રહ્યું છે કે, તેમના નહીં હોવાથી પાર્ટીને કોઈ મોટી અસર નહીં પડે. વિચારધારા કેન્દ્રમાં હોય છે, સીપીઆઈના નેતા યોગેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, સીપીઆઈ વ્યક્તિ વિશેષ નહીં પરંતુ રાજનીતિ અને વિચારધારાને મહત્વ આપે છે. જેથી કનૈયાનું જવુ એક અસ્થાયી ઝડકો છે સ્થાયી નહીં.
પાર્ટી ચીફ ડી.રાજાએ કનૈયા કુમાર બાબતે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે અન્ય એક નેતાએ કહ્યું હતું કે, કનૈયા કુમાર પાર્ટી છોડી રહ્યાં છે એટલે તેમણે પોતાની વિચારધારા સમાધાન કરી લીધું છે. સીપીઆઈ બહાર અવસરવાદી રસ્તો શોધી લીધો છે.