કાનપુર જેલમાં એક મહિલા સહીત 10 કેદી કોરોના પોઝિટિવ
- ફરીથી વધવા લાગ્યા કોરોનાના કેસ
- જેલમાં 10 કેદી કોરોના પોઝિટિવ
- તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો
કાનપુર: કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર શહેરના લોકોને ડરાવી દીધા છે.ઉત્તર પ્રદેશની કાનપુર જેલમાં કેદીઓ કોરોના પોઝિટિવ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ અહીં 10 કેદીઓ કોરોના પોઝિટિવ જાણવા મળ્યા છે. આ કેદીઓને અસ્થાયી જેલથી લાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન 10 કેદીઓમાં કોરોના સંક્રમણ જાણવા મળ્યું હતું. જેમાં 1 મહિલા કેદી પણ સામેલ છે.
બીજી તરફ કાનપુર હૈલટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ વૃધ્ધાનું મોત નીપજ્યાના સમાચાર છે. કોરોનાના મોતને કારણે મૃતદેહ પરિવારને સોંપાયો નથી. તો, આ સાથે પરિવારજનોની પણ તપાસ કરવામાં આવી છે,પરંતુ કોઈ સંક્રમિત જોવા મળ્યું નથી.
બીજી તરફ યુપીના આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ કરી છે,તેમાં 12 રાજ્યો હતા, જેમાં કોવિડ -19 ના કેસોમાં વધારો થયો છે. તેમને અલગથી સૂચનાઓ આપવામાં આવી છે.આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં થોડા કેસો વધ્યા છે. અને અમે તેને નિયંત્રિત કરી રહ્યા છીએ. અમે આગામી 24 કલાકમાં રેલ્વે સ્ટેશન,બસ સ્ટેન્ડ,એરપોર્ટ પર ચેકિંગ શરૂ કરીશું.
કાનપુરમાં સક્રિય કેસની સંખ્યા 89 છે. અત્યાર સુધીમાં કુલ 3,31,23 સંક્રમિત મળી ચુક્યા છે. તેમાંથી 3,21,95 હોસ્પિટલો અને હોમ આઇશોલેશનમાં સારવાર દ્વારા ઠીક થઇ ચુક્યા છે.
-દેવાંશી