Site icon Revoi.in

કાનપુર અકસ્માત: હાઇવે પર બસ અને ટેમ્પો વચ્ચેની ટક્કરમાં 17 લોકોના મોત, પીએમ મોદી અને સીએમ યોગીએ વળતરની કરી જાહેરાત

Social Share

નાગપુર : ઉત્તરપ્રદેશના કાનપુરમાં મંગળવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. કાનપુરના કિસાન નગરમાં હાઇવે પર એસી બસ અને ટેમ્પોની ટક્કર થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા 30 થી વધુ છે, જેમાંથી 10 ની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ અકસ્માત બાદ આખા હાઇવે પર મૃતદેહો વેરવિખેર જોવા મળ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ ઓછી પડી રહી હતી. ઇજાગ્રસ્તોને ટેમ્પો અને અન્ય વાહનો દ્વારા હેલેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ,રેસ્ક્યુ ટીમ અને પોલીસે લોડર દ્વારા ઘણા ઇજાગ્રસ્તોને હેલેટ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. અકસ્માત તે વખતે થયો જયારે હાઇવે પર ડીસીએમનો ચાલક બસને ઓવરટેક કરી રહ્યો હતો.અને તે દરમિયાન ટેમ્પો બંને વચ્ચે ફસાઈ ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ટેમ્પોમાં હતા. તે બધા કાનપુરના સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારના લાલહેપુર ગામના રહેવાસી હતા. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી મુજબ, બધા લોકો બિસ્કીટ ફેક્ટરીમાં કામ કરતા હતા અને નાઈટ શિફ્ટમાં કામ માટે કારખાનામાં જતા હતા.

કાનપુરમાં થયેલા ભીષણ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારના પરિજનોને પીએમ મોદી દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને બે-બે લાખ અને ઘાયલોને 50 હજાર આપવામાં આવશે. પીએમઓ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા રાષ્ટ્રીય આપત્તિ ફંડમાંથી સહાયની જાહેરાત કરી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ અકસ્માતની ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું છે.

આ પહેલા સીએમ યોગીએ પણ મૃતકના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. સીએમ યોગીએ આ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની ઝડપથી રિકવરીની ઇચ્છા કરતી વખતે સીએમ યોગીએ યોગ્ય સારવાર માટેની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું હતું કે,ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચવું જોઈએ અને યુદ્ધના ધોરણે રાહત કામગીરી સુનિશ્ચિત કરવી જોઈએ. તેમણે જિલ્લા વહીવટીતંત્રને દુર્ઘટનાના કારણોની તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.