Site icon Revoi.in

અપહરણ, ગેંગરેપ અને હત્યાના કેસમાં ત્રણ નરાધમોને કપડવંજ કોર્ટે ફાંસીની સજા ફટકારી

Social Share

કપડવંજઃ  ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામે અપહરણ,ગેંગરેપ અને હત્યાના બનાવમાં ત્રણ આરોપીને કપડવંજની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. નિરમાલીમાં વર્ષ 2018માં નોંધાયેલા સામુહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આરોપીઓએ પરિણીતાનું અપહરણ કર્યા બાદ સામુહિક દુષ્કર્મ ગુજારી હત્યા કરી નાખી હતી. આ મામલો કપજવંજ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આજે ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. દુષ્કર્મ અને હત્યાના કેસમાં એકસાથે ત્રણ આરોપીઓને રાજ્યમાં પ્રથમવાર ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

આ કેસની વિગતો એવી હતી કે, તા 28-10-2018 ના રોજ કલાક 18:30થી કલાક 20:30 દરમિયાન કપડવંજના મોટી ઝેર ચોકડીથી નિરમાલી ગામની સીમ સુધી મરણજનાર પરિણીતાને આરોપી જયંતિ વાદી અને લાલાભાઈનાઓએ જયંતિના મોટર સાયકલ ૫૨ મોટીઝર ચોકડીથી બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારબાદ  નીરમાલી સીમમાં લઈ જતા મોટીઝેર ચોકડીએ આરોપી ગોપી ઉર્ફે ભલો જોઈ જતા બુમો પાડી હતી પણ ઉભા રહ્યા ન હતા.આ સમયગાળા દરમિયાન નિરમાલી સીમમાં જયંતીભાઈ અંબાલાલ પટેલના ખેતર નજીક આરોપી ગોપી ઉર્ફે ભલો જતા રોડની સાઈડમાં ઉપરોક્ત બન્ને લોકોનુ મોટરસાયકલ જોવા મળ્યુ હતુ. આ મોટરસાયકલ પાસે લાલાભાઈ ઉર્ફે કંકુડીપો ઊભો હતો. ગોપી ત્યાં પહોંચ્યો હતો નજીકમાં પરિણીતા પણ બેહોશ હાલતમાં પડેલી જોવા મળી હતી. ગોપીએ અન્ય બે આરોપીઓને પૂછ્યું હતું કે, આ શું કર્યું? તો જયંતી અને લાલાએ કહ્યું હતું કે, ‘અમે અમારું કામ પતાવી દીધું તું તારુ કામ પતાવી દે. જો અમારા કહેવા મુજબ નહી કરે તો તેને મારી નાખીશું તેમ કહી ધમકી આપી હતી અને ગોપીને પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારવા મજબૂર કર્યો હતો. આમ ત્રણેય આરોપીઓએ મરણંજનાર ઉપર સામૂહિક બળાત્કાર ગુજારી પરિણીતાની હત્યા નિપજાવી હતી. આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે પરિણીતાના મોઢા તેમજ ગળાના ભાગે સાડી બાંધી દઈ નગ્ન અવસ્થામાં ખેતરમાં ફેંકી દીધી હતી.

આ બાબતની ફરિયાદ કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં.,46/ 18થી નોંધાવતાં પોલીસે ઈ.પી.કો.ક. 366, 376(ડી),302,201 સાથે વાંચતા ક.114 મુજબનો ગુન્હો નોંધી પોલીસે આરોપીઓને પકડેલા હતા.

ગોપી ઉર્ફે ભલાભાઈ ગીરીશભાઈ દેવીપુજક, (રહે.જોરામાં, મોટીર તા.કપડવંજ જી.ખેડા) (2) જયંતીભાઈ બબાભાઈ વાદી, (રહે.ઈન્દીરાનગરી, શીહોરા, તા.કપડવંજ જી.ખેડા) અને (3) લાલાભાઈ ઉર્ફે કંકુડીયો ૨મેશભાઈ વાદી (રહે.ઈન્દીરાનગરી, શીહોરા, તા.કપડવંજ, જી.ખેડા) ને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી..