દહેરાદૂનઃ- લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક ગણાતા શ્રી હેમકુંડ સાહેબના કપચા બંયગ થવાની તારીખ સામે આવી છે જે પ્રમાણે આ વપર્ષે ઓક્ટોબર મહિનામાં કપાટ બંઘ થવા જઈ રહ્યા છે
.ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અપર ગઢવાલ હિમાલય વિસ્તારમાં સ્થિત પ્રસિદ્ધ શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારાના પોર્ટલ આ વર્ષે શિયાળા માટે 11 ઓક્ટોબરે શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવશે.વઘુમાં કપાટ બંઘ થવાને લઈને જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં 2 લાખ 27 હજાર 500 ભક્તોએ ગુરુના દરબારમાં હાજરી આપીને નમન કર્યા. તેમણે કહ્યું કે સિઝન શરૂ થવાને કારણે યાત્રીઓની સંખ્યા વધી રહી છે.
આ સમગ્ર બાબતને લઈને ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબ મેનેજમેન્ટ ટ્રસ્ટના પ્રમુખે આ અંગે જાણકારી શેર કરી હતી તેમણે આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે આ વર્ષે 11 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યે શ્રી હેમકુંડ સાહિબના દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ વર્ષની યાત્રા દરવાજા બંધ થવા સાથે પૂર્ણ થશે.
આ સાથે જ યાત્રીઓને તેમણે કહ્યું કે દરવાજા બંધ થવામાં ઓછો સમય બચ્યો છે, તેથી જે શ્રદ્ધાળુઓ મુસાફરી કરવા માંગતા હોય તેઓએ સમયસર મુસાફરી કરવી જોઈએ. બિન્દ્રાએ કહ્યું કે તીર્થયાત્રીઓની સુવિધા માટે ગોવિતઘાટથી ખંઢરિયા સુધી હેલિકોપ્ટર સેવા ફરી શરૂ કરવામાં આવી છે, જ્યારે હરિદ્વારથી આગળ ટ્રસ્ટના તમામ ગુરુદ્વારા અને ધર્મશાળાઓમાં લંગર અને રાત્રિ આરામની સુવિધા પણ ઉપલબ્ધ છે.