Site icon Revoi.in

કપિલ દેવની સમિતિ પસંદ કરશે ટીમ ઈન્ડિયાના આગામી મુખ્ય કોચ

Social Share

સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત કરવામાં આવેલી પ્રશાસકોની સમિતિ(સીઓએ)એ શુક્રવારે કહ્યુ છે કે કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની સમિતિને ભારતીય ક્રિકેટ ટીમના કોચની પસંદગીની જવાબદારી સોંપવામાં આવી છે. આ ત્રણેય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની નવી ક્રિકેટ સલાહકાર સમિતિ બનાવશે. જેમા હિતોનો ટકરાવ થશે નહીં.

બેઠક બાદ સીઓએના પ્રમુખ વિનોદ રાયે કહ્યુ છે કે આ ત્રણેયની સીએસી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કાયદાકીય રીતે કરવામાં આવેલી નિયુક્તિ છે. પરંતુ હિતોના ટકરાવ સંદર્ભે અમારે ભાળ મેળવવી પડશે. કોચના નામનું એલાન ઈન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે.

વિનોદ રાયે કહ્યુ છે કે ઈન્ટરવ્યૂ કદાચ 13 અને અથવા 14 ઓગસ્ટે કરવામાં આવશે. વિરાટ કોહલીનું નવા કોચની નિયુક્તિમાં કોઈ યોગદાન રહેશે નહીં. નવા સપોર્ટ સ્ટાફ સંદર્ભે પસંદગીકારો નિર્ણય કરશે.

વિનોદ રાય સાથે એ સ્પષ્ટ કરી દીધું છે કે વિશ્વકપના પ્રદર્શનને લઈને કોઈ સમીક્ષા થશે નહીં, કારણ કે ટીમને વેસ્ટઈન્ડિઝ પ્રવાસ માટે રવાના થવાનું છે. પરંતુ મેનેજર સુનીલ સુબ્રમણ્યમના રિપોર્ટ પર ચર્ચા થશે.

તેમણે કહ્યુ છે કે વિશ્વ કપને લઈને કોઈ સમીક્ષા બેઠક યોજાશે નહીં, કારણ કે ટીમને થોડાક દિવસોમાં વેસ્ટઈન્ડિઝના પ્રવાસ માટે રવાના થવાનું છે અને તેમા થોડોક સમય બચ્યો છે. મેનેજરના રિપોર્ટ પર જરૂર ચર્ચા કરવામાં આવશે.

મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફ માટે અરજી આપવાની આખરી તારીખ 30 જૂન છે. સીઓએ ઝડપથી એમિક્સ ક્યૂરીને મળશે, તેમની સાથે એ વાત પર ચર્ચા કરશે કે શું સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ પદ પર આસિન રહીને કમેન્ટેટરની ભૂમિકા નિભાવી શકે છે અથવા નહીં. સીઓએ સદસ્યે કહ્યુ છે કે અમે એમિક્સ ક્યૂરી સાથે વાત કરીશું અને આ મુદ્દો સુપ્રીમ કોર્ટની સમક્ષ લાવવામાં આવશે.

વિશ્વ કપના સમાપ્ત થયા બાદ હાલના કોચિંગ સ્ટાફનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. પરંતુ તેમના કાર્યકાળને 45 દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો. રિપોર્ટ્સનું માનીએ, તો રવિ શાસ્ત્રીની સાથે મુખ્ય કોચની રેસમાં ગેરી કર્સ્ટન, મહેલા જયવર્ધને, ટોમ મૂડી અને વિરેન્દ્ર સહવાગ પણ સામેલ છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઈક હેસન પણ ભારતીય ટીમના મુખ્ય કોચ બનવા માગે છે.