Site icon Revoi.in

કપિલ દેવે ‘ક્રિકેટ એડવાઈઝરી કમેટી’માંથી આપ્યું રાજીનામુઃ- હોઈ શકે છે આ કારણ

Social Share

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને લેજેન્ડ ખેલાડી કપિલ દેવે મંગળવારના રોજ  ક્રિકેટ એડવાઈઝરી કમેટીના ચેરમેન પદ પરથી રાજીનામુ આપ્યું છે,કપિલ દેવે આ પદને છોડવા માટેનું કોઈ ખાસ કારણ જણાવ્યું નહોતું,તેમણ ઈ–મેલના માધ્યમથી કમેટી ઓફ એડમિન્સ્ટ્રેટર્સને જાણકારી આપી હતી.

કપિલ દેવ સહિત સીએસીના બીજા બે સદસ્યો મહિલા ટીમના પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામી અને પુર્વ બલ્લેબાજ અને કોચ અંશુમન ગાયકવાડને બીસીસીઆઈના એથિક્સ ઓફિસરે હિતોના તકરારના કિસ્સામાં નોટિસ આપી હતી.મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સ્થાયી સદસ્ય સંજીવ ગુપ્તાએ આ ત્રણેયની વિરુદ્ધ બીસીસીઆઈના લોકપાલને ફરિયાદ કરી હતી.

આ ત્રણેય લોકોને મળી હતી નોટીસ

ઉલ્લેખનીય છે કે,બીસીસીઆઈના એથિક્સ ઓફિસર ડીકે જેન દ્રારા હિતોની તકરારની નોટીસ આપ્યા બાદ પુર્વ મહિલા કેપ્ટન શાંતા રેગાસ્વામીએ રવિવારના રોજ ક્રિકેટ સલાહકાર સમિતિના ઈન્ડિયન ક્રિકેટ્સ એસોસિએશનના  સભ્ય પદ પરથી રાજીનામુ આપ્યું હતું,જો કે કપિલ દેવ આઈસીએના સભ્યપદ પર જ હતા ત્યારે તેમણે રાજીનામુ આપ્યું નહોતું.

કહેવામાં આવી રહ્યું છે કે,કપિલ દેવે સીએસીમાંથી એટલા માટે રાજીનામુ આપ્યું છે કે,તેમને હરિયાણાની રાજ્ય સરકારે સ્પોર્ટસ્ યૂનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે,ત્યારે સીઆઓના પ્રમુખ વિનોદ રાયે સીએસીના સભ્યોના હિતોના તકરારનો બચાવ કરતા કહ્યું હતું કે,આ કમિટિ એક નિશ્વિત કામ કરવા માટે બનાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ક્રિકેટ એડવાઈઝરી કમેટીનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે,આ ત્રણ સભ્યો વાળી સમિતિને ભારતીય ટીમનો મુખ્ય કોચ પસંદ કરવાનો હોય છે,સીએસી એ ઓગસ્ટમાં રવિ શાસ્ત્રીને વિરાટ કોહલીની કેપ્ટનવાળી સીનિયર ટીમના મખ્ય કોચ તરીકે નિયૂક્ત કર્યા હતા.ત્યાર પછી સીએસીનો કોઈ અર્થ નહોતો,તે માટે તેમાં કાર્યરત રહેવા માટે કોઈ ઉદ્દેશ્ય નથી.