- કપિલ શર્મા બન્યા પ્રેરણા
- બાળકો વાંચશે કપિલ શર્માને !
- 4 th ક્લાસની બૂકમાં સામેલ
મુંબઈ :સ્વતંત્રતા સેનાનીઓની બહાદુરી અને સાહસી કહાનીઓ વાંચવાની સાથે હવે બાળકો કોમેડી સ્ટાર કપિલ શર્માને પણ પુસ્તકોમાં વાંચશે. કપિલ શર્માને બાળકો ચોથા ધોરણની જીકેના એક ચેપ્ટરમાં વાંચીને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકશે. આ ખુશખબરી ખુદ કપિલ શર્માએ પોતાના ફેંસ સાથે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને કરી છે.
કપિલ શર્માએ જે તસ્વીર શેર કરી છે,તેને તેની કોઈ ફેન કલબે આ પોસ્ટ કરી છે. જેમાં કપિલનું ચેપ્ટર પુસ્તકમાં છપાયેલ બતાવવામાં આવ્યું છે. કપિલે આ વાત શેર કરી છે. ચેપ્ટરનું ટાઇટલ છે. The comedy king kapil sharma
કપિલે જે પોસ્ટ શેર કર્યું છે, તેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, કપિલ વિશે સંપૂર્ણ વિગતો જણાવી દેવામાં આવી છે. ચેપ્ટરમાં કપિલ શર્માની કેટલીક તસવીરો પણ સામેલ છે. પહેલી તસવીર કપિલની છે,બીજી તસવીરમાં તે પોતાની ટીમ સાથે ઉભો છે,જેમાં તેના શોના જુના પાર્ટનર નવજોત સિંહ સિદ્ધુ પણ જોવા મળી રહ્યા છે. ત્રીજી તેની ફિલ્મ ‘કિસ-કિસ કો પ્યાર કરું’ની છે.
કપિલે વિશ્વના લગભગ તમામ મોટા શહેરોમાં તેના શો કરી ચૂક્યા છે, જેના માટે તે મોટી ફી લે છે. આજે બોલિવુડ સેલેબ્સ તેમના શોમાં જઈને તેમની ફિલ્મનું પ્રમોશન કરે છે.
કપિલ શર્માનો મશહૂર ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’ આ વર્ષે ફેબ્રુઆરીથી બંધ થયો હતો. શો બંધ થયા બાદ દર્શકો અને તેમના ફેંસ નિરાશ છે. દરેક વીકેંડ કપિલ તેની કોમેડીથી હસાવવામાં સફળ રહે છે.શો હવે આવતા મહિને મેથી શરૂ થવાનો છે. એવા અહેવાલો છે કે, આ શો માટેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે.
દેવાંશી