- અભિનેતા કરણ જોહરે દિલ્હી સરકારને સિનેમાઘરો ખોલવાનું કહ્યું
- સોશિયલ મીડિયા પર કરણ જોહર થઈ રહ્યા છે ટ્રોલ
મુંબઈઃ- દેશભરમાં ઓમિક્રોનના કહેર વચ્ચે કોરોનાના વધતા કેસોએ દિલ્હીને યલો શ્રેણીમાં ઘકેલ્યું છે જેને લઈને અનેક જગ્યાઓ પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યા છે આ સાથે જ સિનેમાઘરો પમ બંઘ કરાવી દેવાયા છે આ સ્થિતિમાં ફિલ્મ પ્રોડ્યુસર કરમ જોહરે દિલ્હી સરકારને સિમેનાઘરો ખોલવાની અપીલ કરી છે ત્યારે યૂઝર્સ સોસિયલ મીડિયા પર અભિનેતાને ખરા ખોટી સંભળાની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 28 ડિસેમ્બરે સિનેમા હોલ, થિયેટરો અને મલ્ટીપ્લેક્સને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મલ્ટિપ્લેક્સ એસોસિએશને આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકારને આ આદેશ પર વિચાર કરવા અપીલ કરી હતી. કોરોનાને કારણે સિનેમા માલિકોની સાથે-સાથે ફિલ્મોને પણ ભારે નુકસાન થયું છે.
આ બાબતને લઈને ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી અને ઘણી OTT પર રિલીઝ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર સિનેમા હોલ બંધ થવાથી તેમની ચિંતા વધી છે. દરમિયાન, કરણ જોહરે પણ એક ટ્વિટ કરીને દિલ્હી સરકારને માર્ગદર્શિકા સાથે થિયેટર ખોલવા પર વિચાર કરવા વિનંતી કરી હતી.
We urge the Delhi Government to allow cinemas to operate. Cinemas are equipped with better ability to ensure a hygienic environment while maintaining social distancing norms as compared to other out-of-home settings. @LtGovDelhi @ArvindKejriwal @OfficeOfDyCM #cinemasaresafe
— Karan Johar (@karanjohar) December 30, 2021
કરણ જોહરે પોતાના ટ્વિટમાં લખ્યું- ‘અમે દિલ્હી સરકારને વિનંતી કરીએ છીએ કે થિયેટર ચલાવવાની મંજૂરી આપે. બહારની સરખામણીમાં થિયેટરોમાં સ્વચ્છતા અને સામાજિક અંતરની વધુ સારી વ્યવસ્થા છે.આ સાથે તેણે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારને ટેગ કર્યા છે. તેણે #cinemasaresafe હેશટેગનો ઉપયોગ કર્યો.
કરણ જોહરે તેના ટ્વિટ સાથે કોમેન્ટ સેક્શન બંધ રાખ્યું છે, જોકે સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું ટાળી રહ્યા નથી . એક યુઝરે લખ્યું- ‘હા, લોકોએ તમારી ઉડાઉ ફિલ્મો જોવા માટે પોતાનો અને પરિવારનો જીવ જોખમમાં મૂકવો જોઈએ, તેનાથી તમને પૈસા મળશે, તેઓ બીમાર થઈ જશે.’આ રીતે ઘણા યૂઝર્સ તેઓને ટ્રોલ કરી રહ્યા છે