લોંટ ટાઈમ બાદ ફિલ્મમાં કમબેક બાદ કરણ જોહર છવાયો – રોકી ઓર રાની કી પ્રેમ કહાનિએ વિશ્વભરમાં 200 કરોડનો આંકડો પાર કર્યો
મુંબઈઃ- રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટાટર ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનિએ સિનેમાઘરોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, મહત્વની વાત એ છકે આ ફિલ્મના માધ્યમથી ફિલ્મ મેકર કરણ જોહર લાંબા સમય બાદ બોલિવૂડમાં વાપસી કરી છે. અને તેને સફળતા પણ મળી છેય.
ફિલ્મે શરૂઆતના દિવસે ધીમી ગતિએ શરૂઆત કરી હતી, પરંતુ દિવસો જતાની સાથે કમાણી કરવામાં સફળ રહી હતી. રોકી અને રાનીને ફેન્સનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મની કમાણીએ વિદેશમાં પણ તેજી પકડી અને અદ્ભુત આંકડા પ્રાપ્ત કર્યા છે, ત્યારે હવે આ ફિલ્મે વિશ્વભરમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સિવાય ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળશે. સાથે જ આ ફિલ્મને દેશભરમાં 3200 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. રોકી અને રાની કી પ્રેમ કહાનિ આલિયા ભટ્ટ અને રણવીર સિંહની અદ્ભુત કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મથી કરણ જોહર લાંબા સમય બાદ દિગ્દર્શનમાં પરત ફર્યો છે.