Site icon Revoi.in

લોંટ ટાઈમ બાદ ફિલ્મમાં કમબેક બાદ કરણ જોહર છવાયો – રોકી ઓર રાની કી પ્રેમ કહાનિએ વિશ્વભરમાં 200 કરોડનો આંકડો પાર કર્યો

Social Share

મુંબઈઃ-  રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટાટર ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનિએ સિનેમાઘરોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, મહત્વની વાત એ છકે આ ફિલ્મના માધ્યમથી ફિલ્મ મેકર કરણ જોહર લાંબા સમય બાદ બોલિવૂડમાં વાપસી કરી છે. અને તેને સફળતા પણ મળી છેય.

ફિલ્મે શરૂઆતના દિવસે ધીમી ગતિએ શરૂઆત કરી હતી, પરંતુ દિવસો જતાની સાથે  કમાણી કરવામાં સફળ રહી હતી. રોકી અને રાનીને ફેન્સનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મની કમાણીએ વિદેશમાં પણ તેજી પકડી અને અદ્ભુત આંકડા પ્રાપ્ત કર્યા છે, ત્યારે હવે આ ફિલ્મે વિશ્વભરમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

આ ફિલ્મ આ દિવસોમાં સતત હેડલાઇન્સમાં છે. જુાઈની 28મીએ રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. હવે તાજેતરમાં, ફિલ્મ નિર્માતા કરણ જોહરે ફિલ્મની સફળતા પર ભાવનાત્મક પોસ્ટ લખીને દર્શકોનો આભાર માન્યો હતો.
‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’ રિલીઝ થઈ ત્યારથી જ દર્શકોમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મે ગ્લોબલ બોક્સ ઓફિસ પર 200 કરોડની કમાણી કરી છે. આ ખાસ અવસર પર, ફિલ્મ નિર્માતા કરણ જોહરે તેમની ટીમના દરેક સભ્યનો આભાર માન્યો છે, લેખકોથી લઈને ટેકનિશિયન સુધી માર્કેટિંગ ટીમ સુધી, અને તેમના માટે એક સુંદર નોંધ લખી છે.
https://www.instagram.com/karanjohar/?utm_source=ig_embed&ig_rid=3994b769-25bc-4724-a04d-74bef0ba3790
કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ સાથે જોડાયેલા દરેકનો આભાર માન્યો હતો. તેણે લખ્યું, ‘આ ફિલ્મની રજૂઆત પહેલાં મને લાગ્યું કે મને કોઈપણ સમયે IV ડ્રિપની જરૂર પડશે અને હું પડી જવાનો હતો!! મેં મારી જાતને એક પ્રશ્ન પૂછ્યો કે શું હું જે અનુભવું છું તે સાત વર્ષના લાંબા અંતરને કારણે છે કે પછી ત્રણ વર્ષની મારી ચિંતા છે. કારણ ગમે તે હોય, પરંતુ જ્યારે ફિલ્મ 28મી જુલાઈએ રિલીઝ થઈ ત્યારે મારા દિલમાં ખુશી સિવાય કઈ ન હતું.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સિવાય ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળશે. સાથે જ આ ફિલ્મને દેશભરમાં 3200 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. રોકી અને રાની કી પ્રેમ કહાનિ આલિયા ભટ્ટ અને રણવીર સિંહની અદ્ભુત કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મથી કરણ જોહર લાંબા સમય બાદ દિગ્દર્શનમાં પરત ફર્યો છે.