Site icon Revoi.in

કરણ જોહરે ડોક્યુમેન્ટ્રી ‘સર્ચિંગ ફોર શીલા’નું ટ્રેલર કર્યું શેર – ઓશો સાથે જોડાયેલું નામ શીલાની કહાનિ ઓટીટી પ્લેટફોર્મ પર 22 એપ્રિલે રિલીઝ થશે

Social Share

મુંબઈ – સમગ્ર વિશ્વમાં કોરોનાનો માર છે ત્યારે મનોરંજન જગતને પણ કોરોનાનો માર વેઠવો પડ્યો છે. આવી સ્થિતિમાં લોકો ઓનલાઈન મનોરંજન તરફ આકર્ષાયા છે, જેમાં વિતેલા વર્ષથી ઓટીટી પ્લેટ ફોર્મ દર્શકોનું મનોરંજનનું સાધન બનીને ઊભરૂ આવ્યું છે, ત્યારે હવે નેટફ્લિક્સ પર ટૂંક સમયમાં જ એક ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ સર્ચિંગ ફોર શીલા રિલીઝ થવા જઈ રહી છે.

આ અપકમિંગ ડોક્યુમેન્ટરી  કરણ જોહર દ્રારા આલેખવામાં આવી છે,સર્ચિંગ ફોર શીલાનું ટ્રેલર તાજેતરમાં જ અભિનેતા ,ડિરેક્ટર એવા કરણ જોહરે શેર કર્યું હતું.આ ડોક્યૂમેન્ટ્રીમાં મા આંનદ શીલની લાઈફ સ્ટોરી છે,તેમની 34 વર્ષની ગુમનામ જિંદગીની કહાનિ છે.મા આનંદ શીલા જે વર્ષો સુધી આચાર્ય રજનીશનાં અંગત સેક્રેટરી પણ રહી ચૂક્યાં છે.

મા આનંદ શીલાએ ઘણી વખત કહ્યું છે કે, “ભગવાન રજનીશ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા અને તેઓ લોકોને ધ્યાન અને જાગૃત થવાનું જ્ઞાન આપતા.”ઓશો અને શીલાની કથિત કહાનિઓથી ભાગ્યેજ કોી અજાણ હશે, આ પરસ્પરના સંબંધોની કેટલીક વાતો પણ આ ડોક્યુમેન્ટ્રીમાં દર્શાવાય છે .

અભિનેતા કરણ જોહરે ટ્રેલર પોસ્ટ શેર કર્યું છે અને સાથે કેપ્શનમાં વખ્યું છે કે, તમે તેઓને જોયા છે, સાંભળ્યા છે અને તેમની વાતો પણ ઘણી વખત સાંભળી છે. જો કે હવે તે પોતાની સ્ટોરી પોતે કહેવા માટે આવી રહ્યા છે, સર્ચિંગ ફોર શીલાનું સ્ટ્રીમિંગ 22 એપ્રિલથી નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવશે.

ટ્રેલરમાં જોવા મળે છે કે, ભારતમાં મા આનંદ શીલાનું સ્વાગત  થાય છે, શીલાની જિંદગી સાથે જોડાયેલા વિવાદ અને જેલમાં વિતાવેલો સમય વિશે જણાવ્યું છે.શીલાએ  કહ્યું ઓશો મને પણ પ્રેમ કરતા હતા, પણ ઓશોએ તો તેમને મર્ડરર કહ્યા હતા. મા શીલા આનંદ સાથે કરણ જોહરની વાતચીતની ઝલક આ ટ્રેલરમાં જોવા મળી છે.

ઓશો અને મા આનંદ શીલા વિશેની કેટલીક વાતો

કોણ હતા ઓશો -ફીલોસોફીની દુનિયામાં એક જાણીતુ નામ છે- ઓશો રજનીશ.11 ડિસેમ્બર 1931માં મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના કુચવાડા ગામના એક સામાન્ય કપડાંના વેપારીના ધરમાં જન્મેલા એક બાળકની ચેતનાએ લોકો વચ્ચે લોકપ્રિય બનાવ્યા હતા.

મા આનંદ શીલા ઓશોની પ્રેમિકા તરીકે જાણીતા હતા,સ અમેરિકામાં ઓશોનાં રજનીપુરમ આશ્રમનું સમગ્ર મેનેજમેન્ટતેઓના હાથમાં હતું. ઓશોના આરોપ પછી વર્ષ 1986માં મા આનંદ શીલાને ડલ્લાસ, ઓરેગનમાં થયેલા રજનીશી બાયો ટેરર અટેકના દોષિત જાહેર કર્યા હતા અને 20 વર્ષની સજા થઇ હતી. જો કે, જેલમાં તેઓ માત્ર 39 મહિના જ રહ્યા હતા. જનીશની શીષ્યા શીલા ગુજરાતના વડોદરા શહેર પાસે આવેલા ભાઈલી ગામના વતની હતા હાલ  હવે સ્વિટઝરલેન્ડમાં સ્થાયિ છે. ઓશોના આશ્રમથી 55 મિલિયન ડોલરની છેતરપિંડી કરવાના આરોપમાં શીલા 39 મહિના સુધી જેલવાસ પામી ચૂક્યા છે, ત્યારે આ ફિલ્મ થકી તેમા શબ્દોથી જ કેટલીક કહાનિ સાંભળવા મળશે.

સાહિન-