Site icon Revoi.in

કરણ જોહરની હાઉસ પાર્ટીનો વિવાદ વકર્યોઃ એસએડીના સાંસદ સિરસાએ ડોપ ટેસ્ટની માંગ કરી

Social Share

ફિલ્મ મેકર કરણ જોહરની બી-ટાઉન સેલિબ્રીટી ટીની રાખવામાં આવેલી પાર્ટીને લઈને વિવાદે જોર પકડ્યું છે ,શિરોમણી અકાલી દળના સાંસદ મંજીન્દર સિરસાએ કરણ જોહરની હાઉસ પાર્ટીમાં હાજર રહેનારા તમામ બૉલિવૂડ સ્ટાર્સ પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે અને સોશિયલ મીડિયામાં સેલિબ્રીટી વિરુદ્વ મોરચો તૈયાર કર્યો છે અને તેમની સખ્ત ટીકા કરી છે.

સાંસદના જણાવ્યા મુજબ, તેઓ આ સેલિબ્રીટીઓને નશાની હાલતમાં લોકો સામે લાવવા માંગે છે કે તેઓ કેટલા હદે નશામાં હતા. મંજીન્દર સિરસાએ માંગ કરી છે કે જો પાર્ટીમાં હાજર બધાજ સ્ટાર્સ નશામાં નહતા તો તેમણે ડોપ ટેસ્ટ કરાવવો જોઇએ.

હકીકતમાં, ઇશિતા યાદવ નામના યુઝરે સિરસાને પૂછ્યું હતું કે સેલિબ્રીટીના ડ્રગ્સ લેવાની વાતને લઈને તેઓ કેમ ચિંતા કરે  છે? ત્યારે વળતા જવાબમાં સાંસદ સિરસાએ કહ્યું હતું કે : “ઇશિતા યાદવ સેલિબ્રીટીઓનો બચાવ કરી રહી છે અને ડ્રગ્સ લેવાની નિર્દોષતાને ટેકો આપી રહી છે. તો ચાલો આપણે કરણ જોહર, શાહિદ કપૂર, વરૂણ ધવન, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર પાસેથી ડોપ ટેસ્ટ કરવા વિનંતી કરીએ. તો પછી તમે આ રિપોર્ટને ટ્વિટર પર શેર કરીને મને ગલત સાબિત કરી શકો છો. ”

ત્યારે મંજીન્દર સિરસાના આરોપોને કોંગ્રેસના નેતા મિલિંદ દેવડા પહેલા જ નકારી ચુક્યા છે તેમનું કહેવું છે કે આ પાર્ટીમાં તેમની પત્ની પણ ત્યા હાજર હતી અને ત્યા કોઈપણ પ્રકારના ડ્રગ્સ લેવામાં નહતા આવ્યા,આ ઉપરાંત દેવડાએ સિરસાને ખોટા આરોપ લગાવવાની બાબતમાં માફી માંગવાનો ઉલ્લેખ પણ કર્યો હતો તેના વળતા જવાબમાં સિરસાએ કોઈ પણ રીતે માફી ન જ માંગુ તેમ જણાવી માફી માંગવાનો સાફ સાફ ઈનકાર કર્યો હતો.

બુધવારના રોજ સિરસાએ ટ્વિટ કરીને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે  ” દુનિયાની કોઈ પણ તાકાત  તેમને આ નશાખોરો સામે માફી માંગવા પર મજબુર નહી જ કરી શકે”, તેમણે વધુમાં જણાવ્યું હતુ કે “હું મારી જગ્યા પર કાયમ છું આ નશાખોરોની જગ્યા જેલમાં છે સમાજમાં નથી”

ઉલ્લેખનીય છે કે આ કરણ જોહરની પાર્ટીમાં દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, શાહિદ કપૂર, ઝોયા અખ્તર, અયાન મુખર્જી, વિકી કૌશલ, રણબીર કપૂર અને વરૂણ ધવન શામેલ હતા. પાર્ટીનો વીડિયો વાયરલ થતાની સાથે જ બધા લોકો જુદા જુદા પ્રકારના આરોપો આ સ્ટાર્સ પર લગાવી રહ્યા છે જેને લઈને કરણની પાર્ટીનો વિવાદ વકરી રહ્યો છે.