- કારેલા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક
- સ્કિન માટે પણ વરદાનદાયક
- કારેલાનો આ રીતે બનાવો ફેસપેક
કારેલાના ફાયદા વિશે તમે ઘણું બધું સાંભળ્યું જ હશે.પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કારેલા જેટલા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.તેટલા જ સ્કિન માટે પણ છે.કારેલાનું સેવન કરવાથી આપણા શરીરમાં ઝેરી તત્વો બહાર નીકળે છે, જેના કારણે લોહી શુદ્ધ રહે છે અને ત્વચાની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સિવાય કારેલાનું ફેસ પેક બનાવીને પણ ઉપયોગ કરવામાં આવે છે. કારેલાનો ફેસપેક ચેહરા પરની કરચલીઓથી લઈને ખીલ અને દાગ સુધીની સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે. તો ચાલો જાણીએ કે,કારેલાનું ફેસપેક બનાવવાની રીત.
જો સમય પહેલા તમારા ચહેરા પર કરચલીઓ આવી ગઈ હોય, તો પછી એક ચમચી કારેલાનો રસ લઇ અને બે ચમચી દહીં સાથે બાઉલમાં મિક્સ કરો. આ પેકને ગળાથી ચહેરા સુધી લગાડો અને 20 મિનિટ સુધી રાખો. આ પછી હાથમાં થોડું પાણી લો અને ચહેરાને હળવા હાથથી સ્ક્રબ કરો. ત્યારબાદ નવશેકું પાણીથી ચહેરાને ધોઈ લો. અઠવાડિયામાં લગભગ બે વાર આવું કરો. થોડા દિવસોમાં ફરક જોવા મળશે.
જો ચહેરા પર દાગ-ધબ્બા અથવા ખીલ વગેરે છે, તો પછી દરરોજ કારેલાના ફેસપેકનો ઉપયોગ કરવાથી તે મટી જાય છે.આ પેક બનાવવા માટે મિક્સરની જારમાં કારેલા, કેટલાક લીમડાના પાન અને એક ચમચી હળદર લઈને ગ્રાન્ડર કરો. આ પેસ્ટને તમારા ગળાથી લઇ ચહેરા સુધી લગાવો અને તેને સુકાવા દો. લગભગ 20 મિનિટ પછી નવશેકા પાણીથી ધોઈ લો. જો તમે આ પેકનો રોજ ઉપયોગ કરી શકતા નથી, તો પછી અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ કરો. તમને સારા પરિણામ મળશે.
સફેદ અથવા બ્લેકહેડ્સ દૂર કરવા માટે કારેલાને નારંગીની છાલ સાથે પેક બનાવો. આ માટે કારેલા અને સુકા નારંગીની છાલને પીસી લો. તેમાં મુલ્તાની માટી અથવા ચણાનો લોટ મિક્સ કરી ચહેરા પર લગાવો. લગભગ 15 મિનિટ સુધી સૂકવવા દો. 15 મિનિટ પછી તમારા હાથમાં થોડું પાણી લઈને આ પેકથી તમારા ચહેરાને સ્ક્રબ કરો. પછી તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી ઘણો ફરક લાગશે.