Site icon Revoi.in

કારગિલ વિજય દિવસ: યુદ્ધના જવાનો સાથેનો નરેન્દ્ર મોદીનો 25 વર્ષ જૂનો ફોટો વાયરલ

Social Share

નવી દિલ્હીઃ સમગ્ર દેશ આજે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર શહીદોને યાદ કરી રહ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લદ્દાખના દ્રાસ સેક્ટર પહોંચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. દરમિયાન, 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન પ્રધાનમંત્રી મોદીની કેટલીક જૂની તસવીરો ‘મોદી આર્કાઇવ’ નામના જૂના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે.

ખાસ વાત એ છે કે તે સમયે પીએમ નરેન્દ્ર મોદી કોઈ મોટા પદ પર પણ નહોતા. તેઓ ભાજપના મહામંત્રી  હતા અને કારગિલ યુદ્ધ દરમિયાન સૈનિકોને પુરવઠો પહોંચાડવા માટે દુશ્મનોની ગોળીબારીનો સામનો કર્યો હતો. જે દિવસે ભારતીય સૈનિકોએ ટાઇગર હિલ પર ત્રિરંગો ફરકાવ્યો હતો તે દિવસે નરેન્દ્ર મોદી ટાઇગર હિલ પહોંચ્યા હતા.

ફોટોમાં જોઈ શકાય છે કે નરેન્દ્ર મોદી 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન સેનાના જવાનોને મળવા પહોંચ્યા હતા અને સૈનિકોનું મનોબળ પણ વધાર્યું હતું. તે યુદ્ધ દરમિયાન સતત સૈન્યના જવાનોના સંપર્કમાં રહ્યા અને તેમની સાથે વાતચીત પણ કરતો રહ્યા. તેમણે સેનાના જવાનો સાથે તસવીરો લેવડાવી હતી. આ ફોટો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

‘મોદી આર્કાઇવ’ નામના એક જૂના સોશિયલ મીડિયા એકાઉન્ટે માં જણાવાયુ છે કે આજે કારગિલ વિજયના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જે ભારતના ઈતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ છે. પાકિસ્તાની સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી, જેના કારણે ભારતે ‘ઓપરેશન વિજય’ શરૂ કરવું પડ્યું. ભારતીય સેનાએ ભયંકર યુદ્ધ લડ્યું અને દરેક ઇંચ જમીન પર ફરીથી દાવો કર્યો અને આપણા રાષ્ટ્રની અખંડિતતાનું રક્ષણ કર્યું.

પોસ્ટમાં વધુમાં ઉમેર્યું હતું કે આવી જ એક યુદ્ધભૂમિ ટાઈગર હિલ હતી, એક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાન છે જ્યાં ‘ઓપરેશન વિજય’ની કેટલીક સૌથી ભયાનક લડાઈઓ થઈ હતી. 4 જુલાઇ 1999 ના રોજ, એક અવિરત અને લોહિયાળ યુદ્ધ પછી, ભારતીય સેનાએ ટાઇગર હિલ પર ત્રિરંગો ફરકાવ્યો. આ જીતે 26 જુલાઈ 1999ના રોજ ભારતીય વિસ્તારમાંથી પાકિસ્તાની ઘૂસણખોરોને હાંકી કાઢવાનો માર્ગ મોકળો કર્યો. જેમ જેમ કારગિલ યુદ્ધ આગળ વધતું ગયું તેમ તેમ સૈનિકો અને તેમને ટેકો આપનારા નેતાઓની અદમ્ય હિંમતની બીજી વાર્તા પ્રકાશમાં આવી. નરેન્દ્ર મોદી આવા જ એક નેતા હતા.

26 જુલાઈ, 1999ના રોજ, ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપતા કારગીલમાં વિજયી ત્રિરંગો લહેરાવ્યો હતો. જે પછી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના બલિદાનને યાદ કરીને ભારતમાં દર વર્ષે 26મી જુલાઈના રોજ ‘કારગિલ વિજય દિવસ’ ઉજવવામાં આવે છે.